ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને મહેનત મુજબ પરિણામ મળશે - Aajnu Rashifal

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 5:01 AM IST

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

AAJNU RASHIFA
AAJNU RASHIFA (Etv Bharat)

અમદાવાદ: આજે 21 જૂન, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. વર્તમાન દિવસે આપને વિશેષ સાવધાનીપૂર્વક રહેવાની સલાહ આપવામાં આવે છે. સરકાર વિરોધ કાર્યો કે અનૈતિક કામથી આપ મુશ્‍કેલીમાં આવી શકો છો. અકસ્‍માતથી સંભાળવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી બહારનું ખાવાપીવાનું ટાળજો. આપના કાર્યો સમયસર પૂરાં કરવા માટે મહેનત વધારવી પડશે. નોકરીના સ્‍થળે પણ સૌની સાથે સારું વર્તન કરવું અને બીજાને સહકાર આપવો. ઉપરી અધ‍િકારીઓ તરફથી વધુ પડતા સહકારની આશા રાખવી નહીં. સંતાનોને પોતાની વાત શાંતિ અને ધીરજથી સમજાવવી. આજે મહત્ત્વના નિર્ણયો લેવામાં બીજાની મદદની જરૂર પડી શકે છે.

વૃષભ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપને હર્ષ‍િત અને રોમાંચિત બનાવશે. આપના મનગમતાં મિત્રો સ્‍વજનો સાથે બહાર હરવા ફરવાથી આપ ખુબ જ આનંદમાં હશો. દાંપત્‍ય જીવનમાં વધુ સામીષ્‍ય અનુભવશો. સુંદર ભોજન અને વસ્‍ત્રો માટેનો અવસર મળશે. પરંતુ મધ્‍યાહન બાદ સ્‍વસ્‍થ અને સાવધ રહેવા માટે આપને સલાહ છે. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું નહીં તો તબિયત બગડવાની સંભાવના નકારી શકાય નહીં. વધારે પડતો નાણાંખર્ચ થાય.

મિથુન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે આપના પરિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્‍ફૂર્તિ અનુભવાય. આપના અટકી પડેલાં કામો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. નોકરીના સ્‍થળે પણ વાતાવરણ અનુકૂળ રહેશે. આર્થિક લાભ થાય. બપોર પછી આપના કાર્યક્રમમાં મનોરંજન પ્રમુખસ્‍થાને રહેશે. મિત્રો સ્‍વજનો સાથે બહાર ફરવા જવાનો કે સિનેમા- નાટક હોટલ વગેરેનો કાર્યક્રમ ઘડશો. જાહેર માન- સન્‍માન મળે.

કર્ક: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આપ મન લગાવીને કામ કરશો તો આપને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પરિવારમાં સુલેહ- શાંતિ જળવાય. તનમનમાં ચેતના અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. આપના અધુરાં કાર્યો પૂરા થાય. નોકરી ધંધામાં આપને સાથી કાર્યકરોનો સારો સહકાર સાંપડશે.

સિંહ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આપ આજે શારીરિક- માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. માતાની તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. આર્થિક નુકસાન ટાળવા માટે રોકાણ અથવા લેવડદેવડમાં સાચવવું. પાણીથી સંભાળવાની સલાહ છે. મધ્‍યાહન પછી આપ આર્થિક આયોજન કરી શકો છો. આપની મહેનત મુજબ પરિણામ મળશે. વિદ્યાર્થીઓને સફળતા મળે. બૌદ્ધિક ચર્ચાઓથી આજે દૂર રહેવાની સલાહ છે. નવા કામની શરૂઆત ન કરવી. શેરશટ્ટામાં સાહસ ન કરવું.

કન્યા: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. આજે આપને રહસ્‍યો અને આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આપને નાણાકીય લાભ મળે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. પ્રિયપાત્ર સાથે મિલન થાય. હરીફો સામે વિજય મળે પણ મધ્‍યાહન બાદ પરિસ્થિતિ બદલાતાં આપની શારીરિક અને માનસિક પરિસ્થિતિ બહુ સારી નહીં હોય. મનમાં બેચેનીનો અનુભવ થશે. માતાને વધુ સમય આપવાનો પ્રયાસ કરવો. વાહન મકાનના દસ્‍તાવેજો કરવાનું ટાળવું.

તુલા: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આજે દિવસના શરૂઆતના ભાગમાં આપની તંદુરસ્‍તી થોડી બગડી શકે છે અને મનમાં ગ્‍લાનિનો ભાવ રહેશે પરંતુ જો થોડી ધીરજ અને માનસિક સ્વસ્થતા જાળવવાનો પ્રયાસ કરશો તો સ્થિતિ બહુ કઠીન નથી. પરિવારમાં આજે દરેક સાથે સૌમ્ય વર્તન રાખવું. ધર્મકાર્ય અર્થે નાણાં ખર્ચાય પરંતુ બપોર પછી આપને ચિત્તની પ્રસન્‍નતાનો અનુભવ થશે. આર્થિક લાભ મળે, ભાગ્‍યવૃદ્ધિ થાય. કાર્ય સફળતા મળે. ટૂંકી મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. સહોદરો સાથેના સંબંધો સુમેળભર્યા રહે.

વૃશ્ચિક: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. વર્તમાન સમયમાં આપની શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ક્રોધ ન કરવો. સ્‍નેહી અને મિત્રો સાથે મળવાના પ્રસંગો ઊભા થાય. સારું ભોજન મળશે. પરંતુ મધ્‍યાહન બાદ આપને નકારાત્‍મક વિચારો સતાવે. પરિવારમાં આપના બોલવાથી કે વર્તનથી કોઇને મનદુ:ખ સર્જાય. મનમાં આ કારણે ગ્‍લાનિ ઉદભવે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિ માટે અડચણ ઉભી થાય.

ધન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજે આપને વાણી પર કાબુ રાખવા તેમજ ક્રોધ ન કરવાની સલાહ આપવામાં આવે છે. પરિવારના સભ્‍યો સાથે સંબંધોમાં સુલેહ રાખવા માટે તમારી વાતને સાચી ઠેરવવાનો અથવા મનમરજી ચલાવવાનો હઠાગ્રહ છોડવો. શારીરિક અને મા‍નસિક ચિંતાથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું. ઓપરેશન જેવા કામ આજે મુલતવી રાખવા. બપોર પછી આપના કામમાં સફળતા મળશે અને કાર્યપૂર્ણતા પણ થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ છવાશે. સ્‍નેહીમિત્રોને મળવાનો પ્રસંગ ઉભો થાય. તન- મનથી સ્‍વસ્‍થતા અનુભવશો.

મકર: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આજે આપ સામાજિક ક્ષેત્રે ખ્‍યાતિ મેળવવાથી આજનો દિવસ આપના માટે વ્‍યાવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભકારી નીવડશે. સ્‍ત્રી મિત્રો વિશેષ કરીને લાભદાયક નીવડશે. મધ્‍યાહન બાદ થોડીક સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. વાહન ચલાવતાં સંભાળવું. તબિયત અસ્‍વસ્‍થ રહે. માનસિક અજંપો અનુભવાય. મોજશોખ મનોરંજન પાછળ ધનખર્ચ થાય. સગા- સંબંધીઓ સાથે વર્તનમાં સૌમ્ય રહેવું અને જરૂર જણાય ત્યાં સમાધાનકારી નીતિ અપનાવવી. કોર્ટ કચેરીના કાર્યોથી સંભાળવું.

કુંભ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આજે માન મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આપના દરેક કાર્યો સરળતાથી પાર પડે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ આપના કામથી સંતુષ્‍ટ રહે તેથી ધંધામાં બઢતીના યોગ છે. દાંપત્‍યજીવનમાં આનંદ અનુભવાય. દોસ્‍તો સાથે પર્યટન પર જવાનો કાર્યક્રમ ઘડશે. નોકરી ધંધાના ક્ષેત્રે લાભ મળશે. આવકમાં વૃદ્ધિ થાય.

મીન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય થોડો સાચવવા જેવો કહી શકાય. ખાસ કરીને ઉપરી અધિકારીઓ કે હરીફો સાથે વાદવિવાદ ન કરવો. પ્રવાસની શક્યતા છે. મધ્‍યાહન પછી ઓફિસમાં વાતાવરણ અનુકૂળતા સધાય. આપના વણઉકલ્‍યા કાર્યો સહજપણે ઉકલી જાય. વેપારધંધાના કામકાજ પ્રસંગે બહારગામ જવાનું થાય. સંતાનોની પ્રગતિ સંતોષકારક રહે. આરોગ્‍ય સારું રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.