ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને કુટુંબીજનો સાથે ગેરસમજ થાય તેવી કોઈપણ ચર્ચા અથવા વર્તનથી દૂર રહેવાની સલાહ છે - Aajnu Rashifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 21, 2024, 5:00 AM IST

અમદાવાદ : આજે 21 ઓગષ્ટ 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેની દોડધામમાં પસાર થશે. આની પાછળ ધનખર્ચ પણ થશે. એમ છતાં આકસ્મિક ધનલાભ મળતા આપ આનંદ અનુભવશો. સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્‍યક્ત‍િઓને મળવાનું થાય. દૂર રહેવા સંતાનોના શુભ સમાચાર મળશે. પર્યટનની શક્યતા છે. અપરિણિતો માટે લગ્‍ન યોગ છે.

વૃષભ: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આપ નવા કાર્યોના પ્રારંભ કરી શકશો. નોકરિયાતો માટે આજનો દિવસ શુભ છે, તેમને આવકવૃદ્ધિ કે પદોન્‍નતિના સમાચાર મળે. સરકારી લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ રહે. ઉચ્‍ચ અધિકારીઓનું પ્રોત્‍સાહન આપનો ઉત્‍સાહ વધારશે. અધૂરાં કાર્યો પૂર્ણ થાય. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો.

મિથુન: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આજે આપના કાર્યો પૂર્ણ થવામાં થોડી રાહ જોવાની તૈયારી રાખવી. શરીરમાં સ્‍ફૂર્તિ જળવાઈ રહે તે માટે કામનું અતિભારણ લેવાનું ટાળજો. પેટના રોગો હોય તેવા જાતકોએ વધુ સાચવવું. નોકરીમાં ઉપરી અધ‍િકારીઓ સાથે કામ પૂરતી વાત કરવી. રાજકીય પળોજણોથી દૂર રહેવામાં આપની ભલાઇ છે. મહત્‍વના કામ કે નિર્ણય આજે મુલતવી રાખવા. સંતાનો સાથે મતભેદ ટાળવાની તેમજ શાંતિથી તેમની સાથે ચર્ચા કરવાની સલાહ છે. હરીફો અને વિરોધીઓથી ચેતતા રહેવું જરૂરી છે.

કર્ક: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. મનનું નકારાત્‍મક વલણ છોડીને દરેક કાર્યમાં અથવા દરેક વ્યક્તિ સાથે વ્યવહારમાં સકારાત્મક અભિગમ સાથે આગળ વધજો. બહારનું ખાવા પીવાના કારણે તંદુરસ્‍તીને વિપરિત અસર પડી શકે છે માટે સ્વાદના ચટાકા લેવાનું ટાળજો. ક્રોધને અંકુશમાં રાખી શક્ય હોય ત્યાં સુધી રમૂજી રહેવું. પરિવારના સભ્‍યો સાથે શાંતિ અને વિનમ્રતાથી વર્તન કરવું. નવા સંબંધોની શરૂઆત કરવામાં અતિ ઉતાવળ કરવી નહીં. નાણાંની ખેંચ અનુભવવી પડે. ઇશ્વરભક્તિથી હળવાશ અનુભવી શકશો.

સિંહ: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. પતિ- પત્‍ની વચ્‍ચે નજીવા કારણોસર ખટરાગની નોબત ટાળવા માટે તમારે એકબીજાને સંબંધોમાં પુરતો અવકાશ આપવો પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. સાંસારિક બાબતોમાં તમે ઓછુ ધ્યાન આપી શકશો. જાહેરજીવનમાં આપને અપેક્ષા કરતા ઓછો યશ મળે. ભાગીદારો સાથે મતભેદ ટાળવા માટે ખાસ કરીને કોઈપણ આર્થિક વ્યવહારોમાં વધુ પારદર્શકતા રાખવી. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત સામાન્ય રહે. કોર્ટ કચેરીના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થાય.

કન્યા: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. શારીરિક તેમજ માનસિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેતાં પ્રસન્‍નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે. માંદગીમાં રાહત જણાય. નોકરીમાં લાભ મળે. હાથ નીચેના કર્મચારીઓનો તથા સહકાર્યકરોનો સહકાર મળે. હીરફો પર વિજય મેળવી શકશો.

તુલા: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે આપ કલ્‍પના અને સર્જનશક્તિનો શ્રેષ્‍ઠ ઉપયોગ કરી શકશો. સંતાનોની પ્રગતિ થાય. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહે. તન મનથી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. વધુ પડતા વિચારોથી મન વિચલિત બનો. આજે કોઇ સાથે બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં ભાગ લેવાનો પ્રસંગ આવે, પરંતુ તેમાં ઉંડા ન ઉતરવાની સલાહ છે.

વૃશ્ચિક: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે આપના શારીરિક, માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થતા મેળવવા માંગતા હોવ તો આ વધુ પડતું કામનું ભારણ લેવાના બદલે થોડો આરામ કરજો. કોઇને કોઇ બાબતની ચિંતામાં તમે મૂળ કામ પર ઓછુ ધ્યાન આપી શકશો. પરિવારના સભ્‍યો તેમજ સગાંસંબંધીઓ સાથે શાંતિ અને આત્મીયતાથી વ્યવહાર કરવો અને દરેકને પૂરતો આદર આપવો. જમીન વાહન વગેરેના ખરીદી દસ્‍તાવેજો કરવામાં કાળજી લેવી.

ધન: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને આધ્‍યાત્મિકતાનો પ્રભાવ આપના પર વિશેષ રહેશે અને તેના અભ્‍યાસ સંશોધનમાં પણ રસ લેશો. આપનું મન શાંત અને પ્રસન્‍ન રહે. ભાઇ બહેનો સાથે વધુ મનમેળ રહે. નવા કામની શરૂઆત આજના દિવસે કરી શકો છો. સગાં વહાલાં, મિત્રો વગેરેનું આપને ત્‍યાં આગમન થતાં આનંદ અનુભવાય. નાની મુસાફરી થવાની પણ શક્યતા છે. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે.

મકર: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. સંયમિતવાણી આપને ઘણી મુશ્‍કેલીઓમાંથી ઉગારી લેશે, તેથી વિચારીને બોલવું. કુટુંબીજનો સાથે ગેરસમજ થાય તેવી કોઈપણ ચર્ચા અથવા વર્તનથી દૂર રહેવાની સલાહ છે. આરોગ્‍યની સંભાળ લેવી પડશે જેથી ભોજનની અતિશયોક્તિ ટાળવી અને પુરતી ઉંઘ લેવી. શેર સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં મૂડી રોકાણ માટે આયોજન થાય. ગૃહિણીઓ માનસિક અસંતોષની લાગણી અનુભવે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ઈચ્છિત પરિણામ માટે મહેનત વધારવી પડશે.

કુંભ: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. શારીરિક, માનસિક રીતે સ્‍વસ્‍થતા અને તાજગી ભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નાણાકીય દૃષ્ટિએ આપનો દિવસ લાભદાયી હશે. સ્‍નેહી સંબંધીઓ તેમ જ મિત્રો સાથે મિષ્‍ટ અને સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો. એકાદ પર્યટનનું પણ આયોજન થશે. આજે આપ ચિંતનશક્તિ અને આધ્‍યાત્મિક શક્તિના પ્રભાવને જાણી શકશો. નકારાત્‍મક વિચારોને દૂર રાખવાથી લાભ થશે.

મીન: આજે કુંભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજે આપના મનમાં એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. વધુ પડતા વિચારો કરવાના બદલે શક્ય હોય એટલું મન શાંત રાખવાનો પ્રયાસ કરવો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. સ્‍વજનોને ઓછો સમય આપી શકશો. કોર્ટ કચેરીના કામમાં તેમજ કોઇના જામીન થવાની બાબતમાં ખૂબ કાળજીથી કામ લેવાની સલાહ છે. વાણીની અસંયમિતતા ઝઘડો કરાવે. ટૂંકાગાળાનો લાભ લેવાની લાલચ ભારે પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.