નવી દિલ્હીઃ દારૂ કૌભાંડ કેસમાં હાઈકોર્ટમાંથી નિરાશા મળ્યા બાદ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના બારણા ખખડાવ્યા છે. અરવિંદ કેજરીવાલના વકીલ સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટ પાસેથી કેસની વહેલી સુનાવણીની માંગ કરી હતી. તેના પર CJI ચંદ્રચુડે કહ્યું કે, "પહેલા ઈમેલ મોકલો, પછી સુનાવણીનો નિર્ણય લેવાશે".
ધરપકડને પડકારતી અરજી ફગાવાઈઃ CJIની આ ટિપ્પણી બાદ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, મેઈલ કરી દેવામાં આવ્યો છે. જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલાને જોશે. હકીકતમાં દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ બુધવારે અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
સૌરભ ભારદ્વાજનું નિવેદનઃ આ સમયે કેજરીવાલ સરકારના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું,'અમે હંમેશા કહ્યું છે કે જો અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયથી સહમત નથી, તો અમે હાઈકોર્ટમાં જઈશું. જો અમે હાઈકોર્ટના નિર્ણય સાથે સહમત નહીં થઈએ તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. તેથી અમે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અમે આશાવાદી છીએ કે અમને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળશે. સંજય સિંહના કેસમાં જેમ સુપ્રીમ કોર્ટે અમને માર્ગદર્શન આપ્યું તેમ આ મામલામાં પણ કોર્ટ અમને નવી દિશા બનાવશે. અરવિંદ કેજરીવાલના વકીલ સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટ પાસેથી કેસની વહેલી સુનાવણીની માંગ કરી હતી. તેના પર CJI ચંદ્રચુડે કહ્યું કે, "પહેલા ઈમેલ મોકલો, પછી સુનાવણીનો નિર્ણય લેવાશે".