હૈદરાબાદ/ ઈટીવી ભારત ડેસ્ક: સોશિયલ મીડિયામાં દરરોજ કોઈને કોઈ અવનવા વીડિયો વાયરલ થતાં રહે છે. જેના કારણે લોકોને પ્રસિદ્ધિ પણ મળે છે તો ક્યારેક ટીકાનો સામનો કરવાનો પણ વારો આવે છે. આપ નાગપુરના ડોલી ચાઈવાલાને તો જાણતા જ હશો તેની ચા બનાવવાની અનોખી સ્ટાઈલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તે રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયો આજે તેની ગણતરી એક સોશિયલ મીડિયા એન્ફ્લૂએન્સરમાં થાય છે. ડોલી ચાયવાલા જેવી મહારત ધરાવતા એક લસ્સીવાલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. જેમાં તે પોતાની લસ્સી બનાવવાની અનોખી સ્ટાઈલને લઈને લોકોમાં આકર્ષણ જમાવી રહ્યો છે.
Why isn’t this an Olympic sport? pic.twitter.com/HeGP58OZ8Y
— anand mahindra (@anandmahindra) July 13, 2024
સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો લસ્સી બનાવતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો હકિકતે એક્સ પર Spellbinding Odyssey એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રાએ પોતાના એક્સ (X) હેન્ડલ પર રિટ્વિટ કર્યો છે. એક સમારોહમાં એક વ્યક્તિ એવી રીતે લસ્સી બનાવી રહ્યો છે કે, જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વ્યક્તિ એક નાના ટેબલ પર બેસીને લસ્સી બનાવી રહ્યો છે અને લસ્સી બનાવતા બનાવતા ગોળાકાર ફરતો જોવા મળે છે, પરંતુ લસ્સીમાંથી એક ટીપું પણ નીચે પડતુ નથી. લસ્સીવાલાની આ કરામત જોઈને સમારોહમાં આવેલા લોકો તેને જોતા જ રહી જાય છે. આનંદ મહિન્દ્રાએ પોસ્ટ કરેલા આ વીડિયોને આત્યાર સુધીમાં 15 લાખ જેટલાં લોકો જોઈ ચુક્યા છે. જ્યારે 33 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને 1 હજારથી વધુ લોકોએ કોમેન્ટ કરી છે.
Fluid Dynamics pic.twitter.com/Rsvjb0CMto
— Spellbinding Odyssey (@SpellOdyssey) July 7, 2024
લોકોએ કરી કોમેન્ટ: આ વીડિયો વાયરલ થતાંની સાથે તેના ઉપર ખુબ રોચક અને મજેદાર કોમેન્ટ પણ લોકો લખી રહ્યા છે, એક યુઝરે લખ્યું કે, ઈન્ડિયા દરેક ગલી ટેલેન્ટથી ભરી પડી છે. તો બીજા એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, જો ઓલિમ્પિકમાં આ રમતને સ્થાન મળે તો ભારત ચોક્કસથી ગોલ્ડ મેડલ જીતી આવે. અન્ય એક યુઝરે લખ્યું આ માત્ર ભારતની ગલીઓમાં જ જોવા મળશે, આ દેશના કણ કણમાં હુનર ભરેલું છે. અન્ય એક યુઝરે લખ્યું કે, મને લાગે છે કે, અન્ય કોઈ દેશનો વ્યક્તિ આ પ્રયાસ કરી શકે નહીં. અન્ય એક યુઝરે લખ્યું કે, ઓલિમ્પિકમાં આ રમતને સ્થાન મળે તો એ કહેવું મુશ્કેલ હશે કે ગોલ્ડ મેડલ કોને આપવો લસ્સીવાળાને કે ડોલી ચાયવાલાને ?