ETV Bharat / bharat

અમિત શાહના 'ડોક્ટર્ડ' વીડિયો સંદર્ભે FIR દાખલ, તેલંગાણાના CM રેવંત રેડ્ડીની થશે પુછપરછ - FAKE VIDEOS - FAKE VIDEOS

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના 'ડોક્ટર્ડ' વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા બાદ આ સંદર્ભમાં ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે રવિવારે કેસ દાખલ કર્યો છે. આ મામલે તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીને તપાસ અર્થે દિલ્હી બોલાવ્યા છે , જ્યારે આસામ પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

અમિત શાહના ' ડૉક્ટરર્ડ ' વિડીયો મામલામાં એફઆઈઆર દાખલ, મૂળ નિર્માતાને શોધી રહી છે દિલ્હી પોલીસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 10:40 AM IST

Updated : Apr 29, 2024, 5:50 PM IST

નવી દિલ્હી : મામલાને લઇને દિલ્હી પોલીસના આઈએફએસઓ - IFSO યુનિટે રવિવારે જણાવ્યું હતું કે તેણે એસસી, એસટી અને ઓબીસી માટે આરક્ષણ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના કથિત રૂપે ' ડૉક્ટરર્ડ ' વિડીયો પર કેસ નોંધ્યો છે. હવે આ મામલે તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીને તપાસ અર્થે દિલ્હી બોલાવ્યા છે , જ્યારે આસામ પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

ખોટી માહિતી ફેલાવવામાં આવી : એફઆઈઆરમાં જણાવાયું છે કે એવું જાણવા મળ્યું છે કે ફેસબુક અને ટ્વિટર (હવે X)ના વપરાશકર્તાઓ દ્વારા કેટલાક ' ડૉક્ટરર્ડ ' વિડીયો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. એવું લાગે છે કે વિડીયો ડોક્ટેડ કરવામાં આવ્યો છે, જેનાથી સમુદાયો વચ્ચે વિસંગતતા પેદા કરવાના હેતુથી ખોટી માહિતી ફેલાવવામાં આવી છે, જે શાંતિને અસર કરે છે અને જાહેર વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી કરે તેવી શક્યતા છે.

મૂળ સર્જકને શોધવાનો પ્રયાસ : એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ વિડીયોના મૂળ સર્જકને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના સ્ત્રોત સુધી પહોંચવા માટે ' ડૉક્ટરર્ડ ' વિડીયો શેર કરનારા કેટલાક લોકોની પૂછપરછ કરશે. રવિવારે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે જ દિવસે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.

દેશભરમાં ધરપકડ થવાની શક્યતા : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે હવે દેશભરમાં ધરપકડ થવાની શક્યતા છે. ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)ના ડીસી સિંકુ શરણસિંહે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આગળની કાર્યવાહી માટે જે લિંક્સ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો હતો તે લિંક પણ જોડવામાં આવી છે. FIRની કોપી દિલ્હી સાયબર પોલીસના IFSO યુનિટને પણ મોકલવામાં આવી છે.

  1. મીડિયા પર હવે તંત્રની બાજ નજર, સુરતમાં મીડિયા મોનીટરીંગ રૂમની શરૂઆત - Lok Sabha Election 2024
  2. બારડોલી લોકસભા સાંસદ પ્રભુ વસાવાએ ફેક ફેસબુક એકાઉન્ટ મામલે ફરિયાદ નોંધાવી, શું સમગ્ર મામલો જાણો... - Bardoli Mp Prabhu Vasava

Last Updated : Apr 29, 2024, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.