લખનઉ : કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ચંદૌલી, ગોસાઈપુર, સલેમપુર અને કુશીનગરમાં એક બાદ એક સભા યોજી હતી. આ દરમિયાન અમિત શાહે સપા અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, 4 જૂને રાહુલ ગાંધી 40 નો આંકડો પાર કરી શકશે નહીં અને અખિલેશ બાબુ 4 નો આંકડો પાર કરી શકશે નહીં. 4 જૂને મોદી, ભાજપ અને NDA ની જીત નિશ્ચિત છે.
ચંદૌલીમાં આયોજિત સભા દરમિયાન અમિત શાહે કહ્યું કે, છઠ્ઠા તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. મારી પાસે 5 તબક્કાના આંકડા છે. મોદી 310 બેઠક જીતીને સરકાર બનાવી ચૂક્યા છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં તમે લોકોએ 400 નો આંકડો પાર કરાવી અને મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે. કમળનું બટન દબાવતાની સાથે જ મહેન્દ્રનાથ પાંડેને મળેલો વોટ, સીધો મોદી પાસે જશે. કોંગ્રેસનું કહેવું છે કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે, PoK ન માંગો. રાહુલ બાબા, તમે આ દેશને ઓળખતા નથી, ચંદૌલીના લોકો કે ભાજપના લોકો એટમ બોમ્બથી ડરતા નથી.
કુશીનગરમાં આયોજિત સભા દરમિયાન અમિત શાહે કહ્યું કે, 4 જૂને બપોરે તમે જોઈ લેજો રાહુલ બાબાના લોકો પ્રેસ કોન્ફરન્સ કરીને કહેશે કે EVM ના કારણે અમારી હાર થઈ છે. હારનો દોષ પણ ખડગે સાહેબ પર જ આવશે.
ગોસાઈપુરમાં આયોજિત સભા દરમિયાન અમિત શાહે કહ્યું કે, હું એક ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છે. રાહુલ બાબા 4 જૂને પ્રેસ કોન્ફરન્સ કરશે અને તેઓ કહેશે કે અમે ઈવીએમના કારણે ચૂંટણી હારી ગયા. મોદી 4 તારીખે 400 નો આંકડો પાર કરવા જઈ રહ્યા છે.
સલેમપુરમાં આયોજિત સભા દરમિયાન અમિત શાહે કહ્યું કે, રામ મંદિર નરેન્દ્ર મોદીજીએ બનાવ્યું હતું. આ ચૂંટણી રામભક્તો પર ગોળીબાર કરનાર અને રામ મંદિર બનાવનારાઓ વચ્ચે છે. શું આપણે સપા-કોંગ્રેસને મત આપી શકીએ ? રામ મંદિર બનાવનાર નરેન્દ્ર મોદીને પીએમ બનાવો.