ઓડિશા : ભારતે શુક્રવારે ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી અગ્નિ IV મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ માહિતી આપતા સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોના આધારે પ્રક્ષેપણ સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું.
અગ્નિ-4 નું પરીક્ષણ સફળ : આ સંદર્ભમાં સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે કહ્યું કે, તે એક નિયમિત તાલીમ લોન્ચ હતી. આમાં તમામ ઓપરેશનલ પરિમાણોને ફરીથી તપાસવામાં આવ્યા છે. અગ્નિ મિસાઈલ શ્રેણીની આ ચોથી ખતરનાક બેલેસ્ટિક મિસાઈલ છે. આ મિસાઈલ વિશ્વની તેની રેન્જની અન્ય મિસાઈલો કરતાં હળવી છે.
A successful launch of an Intermediate Range Ballistic Missile, Agni-4, was carried out from the Integrated Test Range in Chandipur, Odisha on September 06, 2024. The launch successfully validated all operational and technical parameters. It was conducted under the aegis of the… pic.twitter.com/mrTXbFkS5B
— ANI (@ANI) September 6, 2024
પરમાણુ શસ્ત્રોની ક્ષમતા : નોંધનીય છે કે, અગ્નિ-4 મિસાઈલ DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. તેનું વજન 17 હજાર કિલોગ્રામ છે અને તેની લંબાઈ 66 ફૂટ છે. એટલું જ નહીં આ મિસાઈલ સાથે ત્રણ પ્રકારના હથિયાર લઈ જઈ શકાય છે. આમાં પરંપરાગત ઉપરાંત થર્મોબેરિક અને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો સમાવેશ થાય છે.
4000 કિમી રેન્જ : આ સિવાય અગ્નિ-4ની રેન્જ 3500 થી 4000 કિલોમીટર છે. ઉપરાંત, તે 900 કિલોમીટરની ઊંચાઈ સુધી સીધું ઉડવા માટે સક્ષમ છે. આ મિસાઈલ હુમલા સમયે 100 મીટરની રેન્જમાં આવતી તમામ વસ્તુઓનો નાશ કરે છે.
ઓડિશામાં પરીક્ષણ : તમને જણાવી દઈએ કે, આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર સ્થિત એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર કરવામાં આવ્યું હતું. અગાઉ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) 6 જૂન, 2022ના રોજ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4 નું સફળ પરીક્ષણ કર્યું હતું.