નવી દિલ્હી: મુંબઇ એરપોર્ટથી મિડલ ઇસ્ટની 2 અલગ અલગ શહેરો માટે ઉડાન ભરનારી ઇંડિગોની 2 ફ્લાઇટ્સમાં સોમવારે સવારે બોમ્બની ધમકી મળી છે. તેના થોડાક સમય પહેલા એર ઇન્ડિયાની મુંબઇથી ન્યૂયોર્કની ફ્લાઇટમાં પણ આ પ્રકારની ધમકી મળ્યા પછી તેને દિલ્હી તરફ વાળી લેવાઇ હતી.
સુરક્ષા પગલાંના ભાગરૂપે, બંને ઈન્ડિગો વિમાનોને અલગ-અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. ANIના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, અધિકારીઓને ઈન્ડિગોની મુંબઈથી મસ્કત જતી ફ્લાઈટ 6E 1275 અને મુંબઈથી જેદ્દાહ જતી ફ્લાઈટ 6E 56 પર બોમ્બની ધમકીની માહિતી મળી હતી. પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતા ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે, 'મુંબઈથી મસ્કત જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1275 અને મુંબઈથી જેદ્દાહ જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E 56ને બોમ્બની ધમકી મળી છે.'
IndiGo flight 6E 56 operating from Mumbai to Jeddah received a bomb threat. As per protocol, the aircraft was taken to an isolated bay, and following the standard operating procedures, mandatory security checks were promptly initiated: Indigo Spokesperson https://t.co/okfUhrdQ63
— ANI (@ANI) October 14, 2024
તેમણે કહ્યું, 'પ્રોટોકોલ મુજબ, એરક્રાફ્ટને એક અલગ સ્થાન પર ખસેડવામાં આવ્યું હતું અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાને અનુસરીને ફરજિયાત સુરક્ષા તપાસ તરત જ શરૂ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર મુસાફરોને નાસ્તો અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો.
તમને જણાવી દઈએ કે, આ પહેલા મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. સુરક્ષાના કારણોસર વિમાનને દિલ્હી એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. અહીં સુરક્ષાના જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. જ્હોન એફ. કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહેલા આ પ્લેનને સુરક્ષાના જોખમો બાદ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું.
IndiGo flight 6E 1275 operating from Mumbai to Muscat had received a bomb threat. As per protocol, the aircraft was taken to a isolated bay, and following the standard operating procedure, mandatory security checks were promptly initiated: IndiGo Spokesperson pic.twitter.com/z9OeblfaT6
— ANI (@ANI) October 14, 2024
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં ઉતરાણ કર્યા પછી, તમામ મુસાફરોને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા અને એરપોર્ટ ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા. મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ માનક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: