ETV Bharat / bharat

રાજસ્થાનના ટોંકમાં પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી, જનતાને આપી મોટી ગેરંટી - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

રાજસ્થાનના ટોંકમાં મંગળવારના રોજ ચૂંટણી પ્રચાર રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ સંપત્તિના પુનઃવિતરણની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અનામત ન તો સમાપ્ત થશે અને ન તો ધર્મના નામે વિભાજિત થવા દેવામાં આવશે, આ મોદીની ગેરંટી છે.

રાજસ્થાનના ટોંકમાં પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધું

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 2:16 PM IST

રાજસ્થાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ રાજસ્થાનના ટોંકમાં ચૂંટણી પ્રચાર રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેં દેશ સમક્ષ સત્ય રજૂ કર્યું છે કે કોંગ્રેસ તમારી સંપત્તિ છીનવીને પસંદગીના લોકોમાં વહેંચવાનું ઊંડું કાવતરું ઘડી રહી છે.

  • કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો : PM મોદી

18 માર્ચના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં અઝાન દરમિયાન ધાર્મિક ગીત વગાડવાને લઈને લોકોના જૂથ અને એક દુકાનદાર વચ્ચે ઝઘડો થયો હતો. આ સાથે જ સિદ્ધારમૈયા સરકારને નિશાન બનાવતા ભાજપ સાથે નવી રાજકીય લડાઈ શરૂ થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બની જાય છે, કોંગ્રેસ હેઠળ કોઈની આસ્થાને અનુસરવી મુશ્કેલ બની જાય છે.

  • મેં કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ ઉજાગર કરી : PM મોદી

રાજસ્થાનના બાંસવાડામાં રવિવારના રોજ આયોજિત રેલીમાં પીએમ મોદીએ સંપત્તિના પુનઃવિતરણની ટિપ્પણી કરી હતી. જેનો ઉલ્લેખ કરતા ટોંકમાં પીએમ મોદીએ કહ્યું કે, બે-ત્રણ દિવસ પહેલા મેં કોંગ્રેસની આ વોટ બેંકની રાજનીતિને તુષ્ટિકરણની રાજનીતિ તરીકે ઉજાગર કરી હતી. આનાથી કોંગ્રેસ અને તેના INDI ગઠબંધનને એટલો ગુસ્સો આવ્યો છે કે તેઓએ દરેક જગ્યાએ મોદીને ગાળો આપવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ સત્ય અને તેમની નીતિ છુપાવાથી શા માટે ડરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે, કોંગ્રેસ મહિલાઓનું મંગળસૂત્ર છીનવી લેવા માંગે છે. તેમના મેનિફેસ્ટોમાં લખેલું છે કે તેઓ સંપત્તિનો સર્વે કરશે. તેમના નેતાએ ભાષણમાં કહ્યું હતું કે સંપત્તિનો એક્સ-રે કરવામાં આવશે. જ્યારે મોદીએ રહસ્યનો પર્દાફાશ કર્યો ત્યારે તમારો છુપાયેલ એજન્ડા બહાર આવ્યો અને તમે ધ્રૂજી રહ્યાં છો.

  • કોંગ્રેસે આંધ્રપ્રદેશમાં મુસ્લિમ આરક્ષણ લાગુ કરવાનો પ્રયાસ કર્યો, પણ થયું નહીં : PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે હું ગઈકાલે રાજસ્થાન આવ્યો હતો, ત્યારે મેં મારા 90 સેકન્ડના ભાષણમાં દેશ સમક્ષ કેટલાક સત્ય રજૂ કર્યા હતા. આનાથી સમગ્ર કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનમાં ખળભળાટ મચી ગયો છે. મેં દેશની સામે સત્ય મૂક્યું હતું કે કોંગ્રેસ તમારી સંપત્તિ છીનવીને તેને ખાસ લોકોમાં વહેંચી દેવાનું ઊંડું કાવતરું રચી રહી છે. મેં તેમની વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિનો પર્દાફાશ કર્યો છે.

કોંગ્રેસ પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસની વિચારસરણી હંમેશા તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિની રહી છે. 2004 માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની કે તરત જ તેમનું પહેલું કાર્ય આંધ્રપ્રદેશમાં SC-ST માટે આરક્ષણ ઘટાડવાનું અને મુસ્લિમોને અનામત આપવાનું હતું. આ એક પાયલોટ પ્રોજેક્ટ હતો, જેને કોંગ્રેસ સમગ્ર રીતે અજમાવવા માગતી હતી. 2004 અને 2010 ની વચ્ચે કોંગ્રેસે આંધ્રપ્રદેશમાં ચાર વખત મુસ્લિમ આરક્ષણ લાગુ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાયદાકીય અવરોધો અને સુપ્રીમ કોર્ટની જાગૃતિને કારણે તેમના પ્લાન પૂર્ણ થયા નહીં.

  • મોદીની ગેરંટી છે, અનામતને ધર્મના નામે વિભાજિત થવા દેવામાં આવશે નહીં

બંધારણ સંપૂર્ણપણે તેની વિરુદ્ધ છે. બાબા સાહેબે જે અનામતનો અધિકાર દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને આપ્યો હતો, કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન તેને ધર્મના આધારે મુસ્લિમોને આપવા માંગતા હતા. કોંગ્રેસના આ ષડયંત્ર વચ્ચે આજે એક ખુલ્લા મંચ પરથી મોદી તમને ગેરંટી આપી રહ્યો છે કે, દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ માટે અનામત ન તો સમાપ્ત થશે અને ન તો ધર્મના નામે વિભાજિત થવા દેવામાં આવશે, આ મોદીની ગેરંટી છે.

  1. અમિત શાહે કહ્યું- PM મોદીની તુલના રાહુલ ગાંધી સાથે ન થઈ શકે, રાહુલ બાબા થાઈલેન્ડમાં રજાઓ ગાળે છે
  2. પીએમ મોદી ચૂંટણી સભાઓમાં ખોટું બોલે છે, મોંઘવારી અને સામાન્ય માણસની વાત જ નથી કરતા: પ્રિયંકા ગાંધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.