છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાનું છેલ્લું અને મઘ્ય પ્રદેશની બોર્ડર પર આવેલ ટુંડવા ગામની આસપાસના હરભરા જંગલ વિસ્તારમાં પુરાતન કાળથી અલગ અલગ જગ્યાએ ડૂંગર પર કૂદરતી રીતે ફૂટી નીકળેલા ઝરણાંનું પાણી વહે છે, જે ઝરણાંને ખેરાલાનું પાણી, આભનું પાણી, પથ્થરનું પાણી અને બેહડીનું પાણી કહે છે. તેમજ આ નામનાં પાણીનાં ખાબોચિયાંને અહીંના સ્થાનિક લોકો "નેવાણા" નામ પરથી ઓળખે છે.
નેવાણાનાં પાણી વિશે આદિવાસી સમાજની માન્યતા: આ નેવાણા પાણીની આદિવાસી સમાજની માન્યતા મુજબ જંગલમાં એવી જગ્યા કે જ્યાં જમીની લેવલ કરતાં ઊંચી જગ્યાએ, જ્યાં બારે માસ પાણીના ઝરણાં ઝરતાં હોય, જ્યાં શુંદ્ધ અને મીઠું કુદરતી પાણી વહેતું હોય એવી જગ્યાએ અખાત્રીજના મહિના દરમિયાન પૂજા વિધી કરીને નાહવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. ત્યાં પરંપરા મુજબ ઘાયના રૂપી કથા કરી પૂજા વિધી કરવામાં આવે છે.
હનુમાન મંદિર દ્વારા નેવાંણાં પૂજવાનું કરાયું આયોજન: આદિવાસી વિસ્તારમાં કુદરતી સૌંદર્યની પણ પૂજા અર્ચના કરી માન આપવામાં આવે છે. ત્યારે ટુંડવા હનુમાનજી મંદિર તરફથી સંતો-મહંતો, બળવા-બળવીઓ, સાથે જંગલ વિસ્તારમાં બારે માસ સતત વહેતાં ઝરણાંને પૂજવા માટે ટુંડવા ગામનાં લોકો ઢાક અને કામળી સાથે લઈનેે જંગલમાં ઝાડ, પહાડ, કોતર ગુફા જેવાં પ્રાકૃતિક સૌંદર્યને માન આપી પ્રાચીન સમયથી ચાલતી આવતી પરંપરા મુજબ પૂજા વિધી કરવામાં આવી હતી. જેમાં ટુંડવા ગામના લોકો સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં આ વિધીમાં જોડાયા હતા. અખાત્રીજથી શરુ થઇને વરસાદના આગમન સુઘી જંગલમાં ઝરણાંનાં પાણીથી નાહવાની માન્યતા સાથે લોકો સ્નાન કરતાં હોય છે.
શા માટે નેવાણા પૂજવામાં આવે છે?: ટુંડવા ગામમાં નેવાણાના પાણી ઉત્તર દક્ષિણ અને દક્ષિણ પક્ષિમના દિશામાં પડે છે. આ નેવાણાની ખાસિયત છે કે, અખાત્રીજનાં મહિના દરમિયાન નાહવા જવાથી કોઈ પણ માણસને બીમારી થતી નથી. તેવી માન્યતાને લઇને આ પાણીથી લોકો સ્નાન કરે છે. અને જંગલમાં આવા નેવાણાના સ્થળ એક બીજા સ્થળેથી 2 થી 2.5 કિલો મીટર દુર આવેલા હોવાં છતાં બધા જ સ્થળની પૂંજા વિધી કરવામાં આવે છે.
ટુંડવા ગામનાં મહંત અભ્ય મહરાજે જણાવ્યુ: આ અંગે ટુંડવા ગામનાં મહંત અભ્ય મહરાજ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમારો આદીવાસી સમાજ પ્રકૃત્તિ પૂજામાં માનનારો સમાજ છે. અખાત્રીજથી શરૂ થતાં વૈશાખ મહીનામાં વિશેષ કરીને પ્રકૃત્તિ પૂજાનું ખાસ મહત્વ હોય છે. ત્યારે અમારા વડવાઓના વખતથી જંગલ વિસ્તારમાં કુદરતી રીતે ફૂટી નીકળેલાં ઝરણાં કે જ્યાં બારે માસ પાણી વહેતું હોય ત્યાં ભરાયેલાં ખાબોચિયાં પાસે બળવાઓ દ્વારા ઢાક વગાડી ઘાયનું ગાયને પૂજા કરવામાં આવતી હતી. આં પૂજા વિધિની માન્યતા રહીં છે કે, સતત ઝરણાં વહેવાથી જંગલી જાનવરોને ત્યાં પીવાનું પાણી મળી રહે, જેથી તેઓ માનવ વસ્તી તરફ આવે નહીં. એ ઉપરાંત આ ઝરણાંનાં પાણીથી નાહવાથી કોઈ બીમારી થતી નથી. તેવી માન્યતાને લઇને અમારી વર્ષો જૂની પરંપરા મુજબ અમારાં ગામનાં જંગલમાં આવેલા નેવાંની વિધિવત રીતે પૂજા વિધિ કરી છે.