ઉત્તરપ્રદેશ: સંભલ જિલ્લાના રાજપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવાર રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા જ્યારે 7થી વધુ લોકો ઘાયલ થયા હતા. એક સંબંધીના અંતિમ સંસ્કાર કરીને બધા ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન ટ્રેક્ટર ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા લોકોને એક ઝડપી ટ્રકે કચડી નાખ્યા હતા. અકસ્માત બાદ ચારેબાજુ બૂમો પડી ગઈ હતી. ડીએમ એસપી સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પૂરપાટ ઝડપે tટ્રકે મારી ટક્કર: કૈલા દેવી પોલીસ સ્ટેશન વિસ્તારના લાડનપુર ગામના રહેવાસી શીશપાલનું રવિવારે સવારે મૃત્યુ થયું હતું. ગામના લોકો તેમના અંતિમ સંસ્કાર માટે ટ્રેક્ટર ટ્રોલીમાં અનુપશહર ગંગા ઘાટ ગયા હતા. અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે ગામના લોકો કુલ ત્રણ ટ્રેક્ટર ટ્રોલીમાં ગયા હતા. રવિવારે મોડી રાત્રે લગભગ 11:45 વાગ્યાનો સમય થયો હતો તે દરમિયાન બધા ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લોકો દીપપુર ગામ પહોંચ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે આ ટ્રેક્ટરને જોરથી ટક્કર મારી, ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરને ખૂબ નુકસાન થયું હતું અને ટ્રક પણ સ્થળ પર જ પલટી ખાઈ ગયું હતું.
અમુકના મોત તો અમુક ઘાયલ: ત્યાંથી પસાર થતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લોકોની મદદથી ટ્રેક્ટર ટ્રોલીમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ શરૂ કર્યું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં મુસાફરી કરી રહેલા મહિપાલ, કારુ અને ઘાસીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં 7 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટના સમયે ચારેબાજુ બૂમો પડી ગઈ હતી. રોડ પર વાહનોનો જામ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં પપ્પુ, ચંદ્રપાલ, ખયાલી, ફૂલ સિંહ, નાથુ કુમાર સેન, છોટે, ભુરે, જગમોહન સહિત લગભગ દોઢ ડઝન લોકો ઘાયલ થયા હતા. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જેમાં અડધો ડઝન લોકોને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘાયલ નરેશે જણાવ્યું કે તમામ લોકો એક સંબંધીના અંતિમ સંસ્કાર કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી હતી. જેમાં ગામના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.