આંધપ્રદેશ: કોનાસીમા જિલ્લાના કોથાપેટમાં રામોજી ગ્રુપ ઓફ કંપનીઝના સંસ્થાપક રામોજી રાવની સાડા સાત ફુટની પ્રતિમા પ્રસિદ્ધ મૂર્તિકાર રાજકુમાર વુડયાર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં આ પ્રતિમાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. રાજકુમારે જણાવ્યું હતું કે, વિજયનગરમના સાંસદ કાલીશેટ્ટી અપ્પલનાયડૂએ આ પ્રતિમા બનાવવાની કહ્યુ હતું. અનેક તસ્વીરો જોયા બાદ 60 વર્ષની ઉંમરે રામોજી રાવ કેવા દેખાતા હતા એ પ્રકારની પ્રતિમા બનાવાઈ રહી છે. ચાર દિવસમાં જ પ્રતિમાનું સંપૂર્ણ સ્વરૂપ સામે આવ્યું છે.
પ્રતિમાનું અનાવરણ: સાંસદ અપ્પલનાયડૂએ શુક્રવારે રાતે પ્રતિમાનું નિરીક્ષણ કર્યુ હતું જેમાં કેટલાંક ફેરફાર અને સૂચનો પણ આપ્યા હતાં. આ અવસરે સાંસદ અપ્પલનાયડૂએ જણાવ્યું હતું કે,પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા ઈનાડુના જન્મસ્થાન વિશાખાપટ્ટનમમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રામોજી રાવની બીજી પ્રતિમા શ્રીકાકુલમ જિલ્લાના રણસ્થલમ સ્થિત સાઈ ડિગ્રી કોલેજના પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે વધુમા જણાવ્યું હતું કે, તેઓ તેલુગૂ લોકો પ્રત્યે તેમની સેવાના પ્રતિક તરીકે રામોજી રાવની પ્રતિમા સ્થાપિત કરવા ઈચ્છે છે.
નોંધનીય છે કે, ઈનાડુ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન રામોજી રાવને ગત 5 જૂને હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 8 જૂનની સવારે 4.50 વાગ્યે 87 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. રામોજી રાવ સૌથી મોટા ટેલિકાસ્ટ થતાં તેલુગુ ડેઈલી 'ઈનાડુ', 'ETV' ચેનલ ગ્રુપ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક હતા. દુનિયાની સૌથી મોટી ફિલ્મ સિટી એટલે કે, રામોજી ફિલ્મ સિટીના સ્થાપક ચેરુકુરી રામોજી રાવનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશના પેડાપરૂપુડીમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો.
રામોજી રાવને પદ્મ વિભૂષણ (2016) સહિત તેલુગુ સિનેમા અને મીડિયામાં તેમના યોગદાન માટે ઘણા સન્માન અને પુરસ્કારોથી નવાજવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત તેમને રામિનેની ફાઉન્ડેશન એવોર્ડ અને ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળી ચુક્યો છે.