ગુજરાત

gujarat

મોરબીમાં 'મહા' વાવાઝોડાની અસર, વાતાવરણમાં પલટા બાદ વરસાદી ઝાપટા

By

Published : Nov 2, 2019, 4:50 PM IST

મોરબી: 'મહા' વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી અને વાવાઝોડુ દસ્તક દે તે પૂર્વે જ રાજ્યમાં તેની અસર દેખાવાની શરૂઆત થઇ ગઇ હતી. જેને લઇને બપોર સુધી તડકો જોવા મળતો હતો. જો કે, બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ બાદ અનેક સ્થળે વરસાદી ઝાપટા નોંધાયા હતાં. વાંકાનેર સીટી તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. તેમજ હળવદ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત ટંકારા અને માળિયાના ઘણા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતાં. ભારે વરસાદને પગલે અગાઉ જ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ભાઈબીજના દિવસે કમોસમી વરસાદે ખેડૂતોની પારાવાર મુશ્કેલી ઉભી કરી હતી, ત્યારે ફરીથી માવઠા જેવું વાતાવરણ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details