નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીને બુધવારે રાત્રે 9 વાગ્યે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 96 વર્ષીય રાજનેતાની સારવાર ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ ચાલી રહી છે. સમાચાર એજન્સી એએનઆઈએ અપોલો હોસ્પિટલને ટાંકીને કહ્યું કે અડવાણીની હાલત સ્થિર છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે.
Veteran BJP leader Lal Krishna Advani admitted to Apollo Hospital under the observation of Dr Vinit Suri at 9 pm. He is under observation and stable: Apollo Hospital pic.twitter.com/9XYmlgdqIw
— ANI (@ANI) July 3, 2024
થોડા દિવસો પહેલા દિલ્હી એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીને થોડા દિવસ પહેલા જ દિલ્હી એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. અડવાણીને એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અડવાણીને જેરીયાટ્રીક વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સમયાંતરે તેમનું ઘરે-ઘરે ચેકઅપ કરવામાં આવ્યું છે. પરંતુ એક અઠવાડિયા પહેલા અચાનક થોડી સમસ્યા અનુભવાતા તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.