ગુજરાત

gujarat

કાપડની દુકાનમાં આગ લાગતા ફાયરે મેળવ્યો કાબુ

By

Published : Oct 19, 2019, 12:01 AM IST

સુરત: રીંગરોડ વિસ્તારમાં આવેલી silk city textile માર્કેટમાં લાગેલી આગની ઘટના હજી શમી નથી. ત્યાં સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ રઘુવીર બિઝનેસ હબના 4 માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની 10 ગાડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

etv bharat

પુણાગામ વિસ્તારમાં આવેલ રઘુવીર બિઝનેસ હબના 4 માળે કાપડની દુકાનમાં આગ લાગી હોવાના સમાચાર મળતાં ફાયર વિભાગની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. આ આગ 4 માળે લાગતા માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કાપડની દુકાનમાં આગ લાગતા ફાયરે મેળવ્યો કાબુ

આ ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે ધસી ગયો હતો. અને આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ દુકાનમાંથી આગના બદલે ધુમાડાના ગોટેગોટા નીકળતા માર્કેટમાં હાજર લોકોના શ્વાસ પણ રૂંધાવા લાગ્યા હતા. જો કે, ફાયરે સમય સુચકતા વાપરી તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેતા જાનહાની ટળી હતી. 4 માળે આવેલી 405 નંબરની દુકાનમાં લાગેલી આગમાં કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ રહી છે.

જેમાં મોટા નુકસાનનો અંદાજ પણ સેવાઇ રહ્યો છે. આ આગ લાગવા પાછળનું કારણ ACમાં શોર્ટસર્કિટ હોવાનું ફાયરની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details