ETV Bharat / bharat

18 જૂને લેવાયેલી UGC-NETની પરીક્ષા રદ, ગેરરીતીની આશંકા બાદ નિર્ણય, CBI કરશે તપાસ - ugc net june 2024 exam cancelled - UGC NET JUNE 2024 EXAM CANCELLED

NEET પરીક્ષા બાદ હવે UGC-NET 2024ની પરીક્ષામાં ગેરરીતિઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે સરકારે પરીક્ષા રદ્દ કરી દીધી છે અને હવે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે. પરીક્ષાની નવી તારીખ માટે માહિતી અલગથી પ્રસારીત કરવામાં આવશે. તેમજ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો...ugc net june 2024 exam cancelled

18 જૂને લેવાયેલી UGC-NETની પરીક્ષા રદ
18 જૂને લેવાયેલી UGC-NETની પરીક્ષા રદ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 6:32 AM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 18 જૂન, 2024 ના રોજ NTA દ્વારા આયોજિત UGC-NET પરીક્ષા રદ કરી દીધી છે. પરીક્ષામાં ગેરરીતિની આશંકા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. બુધવારે એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 19 જૂન, 2024ના રોજ, UGCને ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિસિસ યુનિટ તરફથી પરીક્ષામાં ગેરરીતીના અંગેના કેટલાક ઇનપુટ મળ્યા હતા. આ ઇનપુટ્સ પ્રથમ દૃષ્ટિએ દર્શાવે છે કે પરીક્ષાની પ્રણાલી સાથે ચેડા કરવામાં આવ્યા છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષા પ્રક્રિયામાં ઉચ્ચ સ્તરની પારદર્શિતા અને ચોકસાઈની ખાતરી કરવા માટે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે યુજીસી-નેટ જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે, જેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. તેમજ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની સંપૂર્ણ તપાસ માટે કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી રહ્યો છે.

પરીક્ષા માટે 11 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 18 જૂન, 2024 ના રોજ દેશના વિવિધ શહેરોમાં બે શિફ્ટમાં OMR (પેન અને પેપર) મોડમાં UGC-NET જૂન 2024ની પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ વખતે રેકોર્ડ 11 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક સાથે દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ, પીએચડીમાં પ્રવેશ માટે UGC-NET પરીક્ષા લેવામાં આવે છે. UGC-NET પરીક્ષા 83 વિષયો માટે લેવામાં આવે છે.

સરકાર વિદ્યાર્થીઓના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે

તે જ સમયે, NEET (UG) પરીક્ષા-2024 સંબંધિત નિવેદનમાં, એવું કહેવામાં આવ્યું છે કે NEET (UG) પરીક્ષા-2024 સાથે સંબંધિત મામલામાં ગ્રેસ માર્કસ સંબંધિત મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો છે. બિહાર પોલીસની આર્થિક અપરાધ શાખા પાસેથી પટનામાં પરીક્ષાના સંચાલનમાં કેટલીક કથિત ગેરરીતિઓ અંગે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ સરકાર આગળની કાર્યવાહી કરશે. સરકાર પરીક્ષાઓની પવિત્રતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ગેરરીતિમાં સંડોવાયેલા જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.