રાજકોટઃ TRP ગેમઝોન અગ્નિકાંડમાં થયેલા 27 લોકોનો મોત બાદ પોલીસ દ્વારા તપાસ કરી 15 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મનપાના અધિકારીઓ તેમજ ગેમઝોનના સંચાલકો, મેનેજર, અને વેલ્ડીંગ સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડના જમીન માલિકો અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાના રેગ્યુલર જામીન અરજી કરી હતી જેમાં વકીલ દ્વારા નવી તારીખ માંગવામાં આવી હતી. જેમાં આગામી 4 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે તો પોલીસ દ્વારા આગામી 4 જુલાઈના રોજ સોગંદનામુ રજૂ કરવામાં આવશે. ગત 20 તારીખના રોજ બને ભાઈઓના વકીલ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જામીન અરજી કરવામાં આવી હતી.
ખેર અને ઠેબાને જેલ હવાલે કરાયાઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ 12 આરોપીની ધરપકડ કરી બાદમાં ગત શનિવારે રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા અને વેલ્ડીંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી આરોપી મહેશ રાઠોડને રવિવારે જેલ હવાલે કર્યા બાદ 2 આરોપી જેમાં ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર અને ડેપ્યુીટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાના રિમાન્ડ પૂર્ણ થતાં આજે જેલ હવાલે કરવામાં આવ્યા છે.તો પૂર્વ tpo મનસુખ સાગઠીયા ના વિરુદ્ધ એક વધુ ગુનો acb હેઠળ નોધાયો છે તો તેનો જેલમાંથી કબજો મેળવી આવક કરતા વધુ સપતી ક્યાંથી આવી અને તે અંગેની તપાસ કરવા કબજો મેળવવમ આવશે તેવું પણ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.