ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત તહેવારની ઉજવણીમાં મોખરે, 2 વર્ષમાં 2043.61 લાખનો ખર્ચ

ગાંધીનગરઃ ગુજરાત તહેવારની ઉજવણીમાં મોખરે છે. જ્યારે ગુજરાતમાં વિદેશી મહેમાનો આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સહિત અને તહેવારોની રાજ્યકક્ષા લેવલે ઉજવણી કરે છે. જેમાં રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરે છે. જેમા છેલ્લા બે વર્ષમાં 2043.61 લાખનો ખર્ચ કર્યો છે.

ગુજરાત તહેવારની ઉજવણીમાં મોખરે,2043.61 લાખનો ખર્ચ

By

Published : Jul 16, 2019, 11:54 AM IST

વિધાનસભા ગૃહમાં અમદાવાદ કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન પ્રશ્ન કર્યો હતો કે, છેલ્લા 2 વર્ષમાં રાજયમાં નવરાત્રિ મહોસ્તવ, પતંગમહોસ્તવ અને રણોસ્તવ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જેના જવાબમાં સરકાર જણાવ્યું હતું કે, વર્ષ 2017થી 18માં નવરાત્રી મહોસ્તવમાં કુલ 908.81લાખ, પતંગોત્સવ 817.17 લાખ, રણોત્સવ 317.62 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જ્યારે વર્ષ 2018થી 2019માં નવરાત્રિ મ્હોસ્તવ 904.76 લાખ, પતંગોત્સવ 713.89 લાખ, રણોસ્તવ માં કુલ 441.11 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તદ ઉપરાંત છેલ્લા 2વર્ષ માં જમવા રહેવા સહિત વાહન વ્યવહાર પાછળ કરવામાં આવ્યો છે. તેની વિગતો માંગવામાં આવી હતી જેનો જવાબ આપતા રાજય સરકાર જણાવ્યું હતું કે વર્ષ 2017થી 2018 નવરાત્રી મહોસ્તવમાં જમવા-રહેવાનો 2.07 લાખ અને વાહનવ્યવહારનો ખર્ચ 6.93 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

જ્યારે પતંગોત્સવ માં જમવા રહેવાનો 47.48 લાખ અને વાહનવ્યવહારનો 30.84 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે રણોસ્તવમાં જમવા,રહેવા અને વાહનવ્યવહાર માટે કોઈ રકમ ખર્ચ કરવામાં આવી નથી. ઉપરાંત વર્ષ 2018થી 2019 સુધીમાં નવરાત્રી મહોસ્તવમાં જમવા રહેવાનો 31.59 લાખ અને વાહનવ્યવહારનો ખર્ચ 25.97 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પતંગ મહોત્સવમાં જમવા-રહેવાનો 86.82 લાખ અને વાહનવ્યવહારનો ખર્ચ 30.23 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. રણોસ્તવમાં જમવા-રહેવાનો 26.58 લાખ અને વાહનવ્યવહારનો ખર્ચ 6.03 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details