સુરત: સમગ્ર ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ હજી સુધી ઘણા જિલ્લાઓમાં જોઈએ એવો વરસાદ પડ્યો નથી. દક્ષિણ ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી એ રીતે હજુ વરસાદ વરસ્યો નથી,ફરી એકવાર સતત બફારનું પ્રમાણ વધી રહ્યું છે.જેને લઇને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

જોકે, બુધવારે સવારથી ઓલપાડ તાલુકામાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા. સાંજે ઓલપાડ તાલુકાના અમુક ગામડાઓમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું,વરસેલા વરસાદી ઝાપટા ને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી આંશિક રાહત થઈ હતી.

ખેડૂત અગ્રણી વિજય ભાઈએ જણાવ્યું હતું કે, હાલ પૂરજોશમાં ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા છે. સારો વરસાદ વરસે તેવી રાહ જોવાઈ રહી છે.