ગુજરાત

gujarat

વરતેજ ગ્રામપંચાયત સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

By

Published : Apr 29, 2021, 9:37 AM IST

રાજ્યમાં કોરોનાની ચેઈન તોડવા માટે રાજ્યમાં મીની લોકડાઉન રાખવામાં આવ્યું છે. હાલમાં ગ્રામ પંચાયતો પણ પોતાના ગામમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવી રહ્યા છે. ભાવનગરના વરતેજ ગામમાં લોકોએ સ્યભૂં લોકડાઉન પાળ્યું છે અને જે લોકો ગામમાં બહારથી પ્રવેશ કરે છે તે લોકોને 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇનમાં રહેવું પડશે.

lockdown
વરતેજ ગ્રામપંચાયત સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

  • વરતેજ ગ્રામ પંચાયત દ્વારા તારીખ 29 એપ્રિલ થી તારીખ 8 મેં સુધી બંધ રાખવા કરાયો નિર્ણય
  • ગામમાં તમામ વેપારીઓ અને લોકોએ સહકાર આપવા કરાયો અનુરોધ
  • બહારગામથી આવતા કોઈ પણ લોકોને ફરજીયાત 14 દિવસ હોમ ક્વોન્ટાઇન થવા સૂચના અપાય

ભાવનગર : રાજ્યભરમાં કોરોના સંક્રમણને રોકવા માટે સ્વૈછીક લોક્ડાઉન આપવામાં આવી રહ્યા છે. ભાવનગર જીલ્લાના વરતેજ ગામ દ્વારા સ્વયંભૂ 10 દિવસનું સંપૂર્ણ રોજગાર ધંધા 8 મે સુધી બંધ રાખવા નિર્ણય કર્યો છે, તેમજ આ લોકડાઉન દરમિયાન બહારથી ગામમાં પ્રવેશ કરતા લોકો માટે 14 દિવસ હોમ ક્વોરોન્ટાઈનમાં રહેવા પણ નિર્યણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભાવનગરમાં ચેમ્બર એસોસિએશનના સ્વયંભૂ લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ

વરતેજ ગામે સંપુર્ણ લોકડાઉન રાખવા નિર્ણય

દિવસે ને દિવસે રાજ્ય ભરમાં કોરોનાની સ્થિતિ કથળી રહી છે, જેને લઈને સરકાર દ્વારા સંક્રમણ રોકવા મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યા બાદ ભાવનગર જીલ્લાના વરતેજ ગામમાં કોરોના કેસો વધતા તેની ચેનને તોડવા સ્વયંભૂ સંપૂર્ણ લોકડાઉન રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે, તેમજ આ લોકડાઉન દરમિયાન ગ્રામપંચાયત દ્વારા કેટલાક નિયમોનું કડક પાલન કરવા પણ સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં ગુરુવારથી વરતેજ ગામ તારીખ 8 મે સુધી સ્વયંભૂ રોજગાર-ધંધા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવ્યા છે. તેમજ લોકડાઉન દરમિયાન મેડીકલ સેવાઓ,જરૂરી ચીજવસ્તુઓ માટે છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત શાકભાજી માર્કેટમાં ખરીદી માટે 4 મે અને 7 મે બે દિવસ માટે ચાલુ રાખવા નિર્ણય કર્યો છે.આ ઉપરાંત ગામમાં કોઈ બહારગામથી આવે તો તેમને ફરજયાત 14 દિવસ હોમ ક્વોરોન્ટાઈન રહેવા નિર્યણ કર્યો છે અને ગામમાં તમામ લોકોએ બિન જરૂરી બાહર નાં નીકળવું અને કોવિડ ગાઈડલાઈન્સ નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details