ગાંધીનગર: ગુજરાત સરકાર મહેસૂલ વિભાગના સચિવાલય દ્વારા 1 જુલાઈ 2024ના રોજ સૂચના જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત સરકારી ફરજ બજાવતા અધિકારીઓની એક જગ્યાએથી બીજી જગ્યાએ પોસ્ટિંગ કરવામાં આવી છે. જેમાં 30 ક્લાસ II ઓફિસરની બદલી કરવામાં આવી છે. આ સૂચનો મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. જે અનુસાર મામલતદાર સંવર્ગના અધિકારીઓ, વર્ગ IIની કોલમ (3)માં દર્શાવેલ પોસ્ટ પરથી બદલી કરવામાં આવેલ છે અને તેમના નામ સામે કોલમ (4) માં દર્શાવેલ પોસ્ટ પર નિમણૂક કરવામાં આવેલ છે.


ફરજ બજાવવા તૈયાર રહે: ઉપરાંત આ તમામ અધિકારીઓને તેમની વર્તમાન પોસ્ટ સંબંધિત કચેરીના વડામાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. આ સાથે અધિકારીઓ તરત જ કોઈ પણ પ્રકારનો સમય લીધા વિના બદલીના સ્થળે ફરજ બજાવવા તૈયાર રહે તેવી જાણવામાં આવ્યું છે.