વડોદરા શહેરમાં ફતેપુરા 3 રસ્તા પાસે પાણી લાઈનમાં ભંગાણ, મહામૂલા પાણીનો બેફામ વેડફાટ - Vadodara city water Wastage - VADODARA CITY WATER WASTAGE
Published : Jun 28, 2024, 3:09 PM IST
વડોદરાઃ જળ જીવન છે એવા સ્લોગન વડોદરા કોર્પોરેશનના વહીવટી અધિકારીઓ માટે નિરર્થક છે. વડોદરા શહેરમાં ફતેપુરા 3 રસ્તા પાસે વહેલી સવારે હજારો ગેલન પીવાનું પાણી વેડફાયું હતું. ખાસ કરીને વડોદરા શહેરમાં અવાર નવાર જળ એ જીવન છે, સાથે સાથે પાણીન અને વાણી વિચાર કરીને વાપરવાનું વગેરે સુવાક્યો મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે. જો કે આ છતાં સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આજે કેટલાક વિસ્તારોમાં લોકોને પાણી નથી મળતું પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે તેઓ સ્થાનિકો કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પણ લોકોને પાણી નથી મળી રહ્યું. ત્યારે વહીવટી તંત્ર ખુદ જ આ રીતે પાણીનો વેડફાટ કરતું હોય છે. આ વિસ્તારના જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી ખાસ માંગણી છે કારણ કે, વડોદરા શહેરમાં અવારનવાર જે તે જગ્યા પર જે ખોદકામ કરવામાં આવ્યું છે. એના કારણે જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, ચેરમેનને અપીલ કે આવા કોન્ટ્રાક્ટરો જે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે.
વડોદરા શહેરમાં ફતેપુરા વિસ્તારમાં એકાએક પાણીની લાઈનમાં ભંગાણ થયું હોવાની જાણ થતા જ તાત્કાલિક તેમની સમારકામ કરવામાં આવ્યું હતું હાલ ચોમાસાની ઋતુ હોવાને કારણે જમીનમાં દબાણ થવાથી ભંગાર હોવાનું બહાર આવ્યું હતું...શીતલ મિસ્ત્રી(કારોબારી ચેરમેન, વડોદરા મનપા)