વડોલી વાંક પાસે સ્ટેટ હાઇવે પર કિમ નદીના પાણી ઓસરતા ફરી વાહન વ્યહાર શરૂ થયો... - Surat Rain Update - SURAT RAIN UPDATE
Published : Jul 26, 2024, 1:49 PM IST
સુરત: જિલ્લા ઓલપાડ તાલુકાના વડોલી વાંક પાસે સ્ટેટ હાઇવે પર કિમ નદીના પાણી ઓસરતા ફરી વાહન વ્યહાર શરૂ થયો હતો. જેને લઇને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત જિલ્લાના ગત રવિવારથી સતત ચાર દિવસ વરસેલા અત્યંત ભારે વરસાદને લઈને જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કીમ નદી ગાંડીતૂર બની હતી. કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક ગામડાઓમાં નદીના પાણી ભરાઈ ગયા હતા.ઓલપાડના વંડોલી વાંક પાસે સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ જતાં વાહન વ્યહાર ઠપ થઈ ગયો હતો.જોકે મેઘરાજાએ 24 કલાકનો વિરામ લેતા નદીના પાણી ઓસરવા લાગ્યા હતા.આજરોજ સવારથી ફરી વાહન વ્યહાર શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.