IAF AN32 plane: આ અંડર વોટર વ્હીકલે શોધી કાઢ્યો 2016માં ગુમ થયેલા એન્ટોનોવ 32 વિમાનનો કાટમાળ - એન્ટોનોવ 32 વિમાન
Published : Jan 23, 2024, 3:03 PM IST
હૈદરાબાદ: ઈટીવી ભારત આપને પાણીની અંદર વહન કરતું એ વ્હીકલ બતાવી રહ્યું છે, જેણે વાયુસેનાના ગુમ થયેલા એરક્રાફ્ટ IAF AN32ના કાટમાળને શોધવામાં મદદ કરી છે. 29 સુરક્ષા જવાનોને લઈ જઈ રહેલું એન્ટોનોવ 32 વિમાન 22 જૂલાઈ 2016ના રોજ બંગાળની ખાડી ઉપરથી પસાર થતી વખતે ગૂમ થઈ ગયું હતું. એરક્રાફ્ટ 'ઓપ મિશન' પર હતું જેણે સવારે લગભગ 8.30 વાગ્યે ચેન્નાઈના તાંબરમ એરફોર્સ સ્ટેશન ઉપરથી ઉડાન ભરી હતી. અને સવારે 11:45 વાગ્યે આંદામાન અને નિકોબાર ટાપુના પોર્ટ બ્લેયર પહોંચવાનું હતું. ભારતીય વાયુસેનાનો આ વિમાન સાથેનો સંપર્ક સવારે 9.15 કલાકે તૂટી ગયો હતો, જ્યારે તે ચેન્નાઈથી લગભગ 280 કિમી દૂર હતું. ભારતીય વાયુસેનાએ 200 થી વધુ વિમાનો સાથે મોટા પ્રમાણમાં શોધ અને બચાવ કામગીરી અભિયાન હાથ ધર્યું હતુ. હવાઈ શોધમાં કુલ 2 લાખ 17 હજાર 800 ચોરસ નોટિકલ માઈલ વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો. નેવી અને કોસ્ટ ગાર્ડના જહાજોએ પણ સમુદ્રમાં લગભગ 28,000 વર્ગ નોટિકલ માઈલ શોધખોળ કરી હતી.16 સપ્ટેમ્બર, 2016ના રોજ, શોધખોળ અભિયાન બંધ કરી દેવામાં આવ્યું હતું અને ભારતીય વાયુસેનાએ આ એરક્રાફ્ટમાં સવાર જવાનોના પરિવારોને જાણ કરી હતી, અને કહ્યું હતું કે, તમામને મૃત માની લેવામાં આવે.