"સેલ્ફી લેવી ભારે પડી" નડાબેટમાં પ્રવાસીનો પગ લપસ્યો અને મળ્યું મોત... - Nadabet accident - NADABET ACCIDENT
Published : Aug 20, 2024, 7:32 AM IST
બનાસકાંઠા : સરહદી ભારત પાકિસ્તાન બોર્ડર પરના સુઇગામના નડાબેટ ખાતે ગુજરાત સહિત દેશભરમાંથી લાખો પ્રવાસીઓ આવે છે. ગત રવિવારે સાંજે એક યુવકનો બોરીયા રણમાં ભરાયેલા પાણીની સેલ્ફી લેતા પગ લપસ્યો અને તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવની જાણ થતા સુઈગામ પોલીસ, મામલતદાર અને SDRF ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને ડૂબેલા યુવકની ભારે શોધખોળ હાથ ધરી હતી. અંતે મોડી રાત્રે ડૂબેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સુઇગામ પોલીસે એડી નોંધી પીએમ અર્થે સુઈગામ રેફરલ ખાતે ખસેડી મૃતદેહ તેના વાલી વારસોને સોંપ્યો હતો. મૃતક મૂળ કાંકરેજ તાલુકાના થરા ગામનો 42 વર્ષીય જીવણભાઈ મકવાણા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવના પગલે પ્રવાસીઓમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.