ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં ડ્રગ નેટવર્કમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપી ઝડપાયા - Surat Drug Network - SURAT DRUG NETWORK

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 10:15 PM IST

સુરત : મુંબઈથી સુરત એમડી ડ્રગ્સની હેરાફેરીના રેકેટમાં ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. અગાઉ પોલીસે મુંબઈની રાબિયા પાસે ડ્રગ્સ મંગાવનાર મોહસીન સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. હવે ક્રાઈમ બ્રાંચે વધુ 3 આરોપી મોહમદ મોહસીન ઉર્ફે બાટલી ફારૂક શેખ, મોહમંદ સૈફ ઉર્ફે પઠાણ મોહમંદ સલીમ રૂપાલવાલા અને યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મીયા મોહમદ શેખને પકડી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મોહસીન ડ્રાઇવિંગ કામ કરે છે અને ખુદ ડ્રગ્સનો નશો કરવા સાથે વેચાણ પણ કરે છે. તેને મુંબઈની રાબિયા પાસે ડ્રગ્સ મંગાવ્યું હતું. જ્યારે સૈફ પઠાણવાલા મોહસીન પાસે ડ્રગ્સ છૂટકમાં વેચાણ કરવા માટે લાવતો હતો. ત્રીજા આરોપી યુસુફ ઘોડા અગાઉ પકડાયેલા આરોપી અસ્ફાક શેખનો સસરો છે. અસ્ફાકને એમડી ડ્રગ્સ સસરા યુસુફે આપ્યું હોય પોલીસે યુસુફને પણ ડક્કા ઓવારા પાસેથી સકંજામાં લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details