પાટણ જિલ્લા પર ફરી મેઘરાજા ઓતપ્રોત, સમગ્ર પંથક થયો પાણી-પાણી - Monsoon season in Patan - MONSOON SEASON IN PATAN
Published : Jul 2, 2024, 11:40 AM IST
પાટણ: ગુજરાતમાં ચોમાસાની ઋતુ પુરજોરમાં શરૂ થઈ ગઈ છે. અને રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત પાટણ જિલ્લામાં સતત 2 દિવસના ભારે ઉકળાટ બાદ રાધનપુર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જગતના તાત એવા ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે. અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન હતા અને ઉકળાટ બાદ હવે વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરતા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી. જ્યારે પાટણ જિલ્લાના મોટા ભગાના વિસ્તારમાં ધીમીધારે મેંઘ મંડાણ થયું હતું. આમ પાટણના રાધનપુર, સાંતલપુર, પીપળી નજુપુરા , શબ્દલપુરા, ગોચનાથ, સાંતલપુર, વારાહી, લૂણીચાના, ઊનડી, અબીયા, ગાજદિનપુરા, વરાણા, બાસ્પા સહિત સહિત તાલુકામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, અને ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું.