જૂનાગઢ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરો એકત્ર કરવાને લઈને હવે ગાંધીગીરી શરૂ કરવામાં આવી છે. 1લી જાન્યુઆરી 2025 થી 'સુકો અને ભીનો' કચરો અલગ અલગ ન આપનાર પ્રત્યેક જુનાગઢ વાસીને ગુલાબનું ફૂલ આપીને તેઓ સ્વચ્છતામાં સહયોગ નથી આપતા તેવું સન્માન કરીને સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપે તે માટે ગાંધીગીરી શરૂ કરી છે.
કચરો આપો અને ગુલાબનું ફૂલ લઈ જાઓ
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુકો અને ભીનો કચરો અલગ એકત્ર થાય તે માટે 1લી જાન્યુઆરીથી પ્રત્યેક શહેરીજનો પાસેથી સૂકો અને ભીનો કચરો અલગ અલગ મનપાના કર્મચારીઓને એકત્ર કરીને આપે તે માટેનું અભિયાન શરૂ કર્યું છે. અભિયાન શરૂ કરતાં પૂર્વે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા પ્રત્યેક મિલકત ધારકોને 'સુકો અને ભીનો' કચરો અલગ રાખી શકાય તે માટેની કચરાપેટી વિનામૂલ્યે આપી છે. ત્યારે પહેલી તારીખથી શરૂ થયેલા આ અભિયાનમાં હવે ગાંધીગીરી પણ જોવા મળી રહી છે. જે મિલકત ધારકો સુકો અને ભીનો કચરો અલગ અલગ નથી આપતા તેવા તમામ વ્યક્તિઓને કચરો લેવા માટે આવેલા સફાઈ કર્મીઓ દ્વારા ગુલાબનું ફૂલ આપીને તેને સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
ગાંધીગીરી થકી કચરાનું સેગ્રીગેશન
1 જાન્યુઆરી 2025 થી જુનાગઢ મનપા દ્વારા કચરાનું યોગ્ય નિકાલ થાય અને તેનું સેગ્રીગેશન થાય તે માટે આ અભિયાન શરૂ કર્યું છે. ભીનો અને સૂકો કચરો અલગ અલગ મળે તો કચરાનો નિકાલ કરવો પણ ખૂબ સરળ બની જાય આવી પરિસ્થિતિમાં હજુ પણ કેટલાક મિલકત ધારકો સુકો અને ભીનો કચરો એક સાથે આપે છે. આવા તમામ વ્યક્તિઓ કે જે સફાઈમાં પોતાનો સહયોગ નથી આપી રહ્યા તેના બદલામાં તેને ગુલાબનું ફૂલ આપીને સફાઈમાં સહયોગ ન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જે વિસ્તારમાંથી ભીનો અને સૂકો કચરો એક સાથે આવે છે તેવા તમામ વિસ્તારમાં કચરો લેવા માટે ગયેલા સફાઈ કર્મી દ્વારા કચરો લઈને એક સાથે ભીનો અને સૂકો કચરો આપેલા શહેરીજનો ને સફાઈમાં સહયોગ નથી આપતા તે બદલ પણ તેમને ગુલાબનું ફૂલ આપીને સફાઈમાં સહયોગ આપવા વિનંતી પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: