સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો પ્રાકૃતિક વન્યજીવ શણગાર, સોમનાથ મહાદેવના પ્રાકૃતિક શણગારના કરો દર્શન - The month of Shravan
Published : Aug 15, 2024, 8:34 AM IST
જુનાગઢ: શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની નવમીના દિવસે ભગવાન સોમનાથ મહાદેવને વન્ય વનસ્પતિ અને પ્રાણીઓની પ્રતિકૃતિ સાથેના પ્રાકૃતિક શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. ભગવાન શિવ સ્વયં પ્રકૃતિને ખૂબ પ્રેમ કરતા હતા જેથી મહાદેવને આજે કરવામાં આવેલા પ્રાકૃતિક શણગારથી શિવભક્તોએ સ્વયં પ્રકૃતિમાં મહાદેવના દર્શન કર્યાનો અનુભવ કર્યો હતો. પવિત્ર શ્રાવણ માસ ધીમે ધીમે પુર્ણતા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ભગવાન મહાદેવ સ્વયં પ્રકૃતિના પ્રેમી હતા આથી તેમના શિવલિંગને ફરતે પ્રકૃતિનો શણગાર શિવભક્તો માટે એક વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે મંદિરના ગર્ભગૃહમાં વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીઓની મુખાકૃતિઓ વચ્ચે સોમનાથ મહાદેવને દર્શાવવામાં આવ્યા હતા સોમનાથ મંદિર ટ્રસ્ટ મહાદેવને પ્રાકૃતિક શ્રીંગાર થકી લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટેનો પણ એક સંદેશો આપ્યો હતો.