ગુજરાત

gujarat

ETV Bharat / videos

હવામાન વિભાગે આગામી સાત દિવસ, રાજ્યમાં વરસાદની આગાહી કરી - Rain forecast - RAIN FORECAST

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 6:22 PM IST

અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગે પંચમહાલ અને વડોદરામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી કરી છે. જ્યારે અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા અને, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી કરી છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને બોટાદમાં ભારે વારસાદ સાથે યેલો અલર્ટની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરી છે. મધ્યગુજરાતમાં સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચવા આપવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની સિસ્ટમ મુન્દ્રાથી મહેસાણા સુધી પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details