મહારાજ ફિલ્મ પર હાઇકોર્ટે લગભગ 01 કલાક અને 25 મિનિટ સુધી જજમેન્ટ ડિકટેટ કર્યું - Maharaja Film Controversy - MAHARAJA FILM CONTROVERSY
Published : Jun 21, 2024, 8:16 PM IST
અમદાવાદ: બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન ટૂંક સમયમાં ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાના છે. તેમની પ્રથમ ઓટીટી ફિલ્મ 'મહારાજ' સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. જો કે, ફિલ્મ પહેલાં જ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે અને તેને હિંદુ સમુદાયોની ટીકાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જેને લઇને સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટે હાલ ટેમ્પરલી સ્ટે લગાવ્યો હતો અને ફિલ્મ જોયા બાદ ફેંસલો લેવાનો નિર્ણય લીધો હતો. આજે (21 જૂને) ગુજરાત હાઇકોર્ટે ફિલ્મ પર લગાવેલા સ્ટેને દૂર કરી દીધો છે. જેથી આગામી ટૂંક સમયમાં ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.
મહારાજ ફિલ્મ પર લગાવેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે આ ફિલ્મ જોયા બાદ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી ન હતી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા ટૂંક સમયમાં આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.