વરસાદના વિઘ્ન વચ્ચે તાપીના ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, જુઓ વીડિયો...
Published : Oct 11, 2024, 1:59 PM IST
તાપી : ગત રોજ સમી સાંજે તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, પરંતુ ખેલૈયાઓ વરસતા વરસાદ વચ્ચે પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા, નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, વાલોડ ખાતે ગરબા રસિયાઓ વરસાદના વિઘ્ન વચ્ચે માતાજીની આરાધના કરી ગરબે જુમી ઉઠ્યા હતા. નિઝરના રૂમકીતળાવ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ નાટકનું આયોજન કરાયું હતું. જેમાં અલગ અલગ નાટ્ય કૃતિઓ લોકો વચ્ચે રજૂ કરવામાં આવી હતી. તો બીજી તરફ ઉચ્છલમાં આદિવાસી સમાજના લોકો વરસાદ વચ્ચે આદિવાસી પહેરવેશમાં માતાજીના ગરબે ઘૂમ્યા હતા. વ્યારામાં વરસાદને પગલે વીજ પુરવઠો ખોરવાયો હોવા છતાં માતાજીના ભક્તો ઝરમરિયા વરસાદમાં કારની લાઈટના સહારે ગરબે ઘૂમ્યા હતા.