ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા કેસથી 7 મહિનાના બાળકનું મોત, વધુ એક શંકાસ્પદ કેસ - Child dies of Chandipura virus - CHILD DIES OF CHANDIPURA VIRUS

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 6:48 PM IST

મહેસાણા: જિલ્લાનાના જોટાણા તાલુકાના હરસુંન્ડલ ગામે ચાંદીપુરા કેસ સામે આવ્યો છે. જિલ્લામાં પહેલા ચાંદીપુરાથી એક બાળકના મૃત્યુ બાદ હાલ વિસનગરમાં 7 મહિનાના બાળકનું તાવ ચડ્યા બાદ શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું, ચાંદીપૂરા જણાઈ આવતા તેના સેમ્પલ લઈને ટેસ્ટ માટે મોકલી અપાયા છે. સાથે 12 વર્ષના કિશોરને ચાંદીપુરા પોઝીટીવ આવ્યો ત્યારબાદ આ બાળકને 14 જુલાઈએ સારવાર માટે અમદાવાદના ઝાયડસમાં ખસેડવામાં આવ્યો હતો. 6 દિવસ બાદ ચાંદીપુરા કેસ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં 3 ચાંદીપુરા પૈકી બે કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં વરેઠાના એક વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. પરંતુ એ બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાંત આરોગ્ય વિભાગી ટોમ દ્વારા જે જગ્યાએ મોતની ઘટના બની છે ત્યાં ઠેર ઠેર મચ્છર ન થાય તે માટે દવાઓનો છંટકાવ કરવામાં આવેલ છે.  

ABOUT THE AUTHOR

...view details