ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં તાપી નદીના જળ સ્તરમાં વધારો, સાવચેતીના ભાગરૂપે કોઝ વે બંધ કરાયો... - Surat Tapi river water level rise - SURAT TAPI RIVER WATER LEVEL RISE

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 2:25 PM IST

સુરત: જિલ્લામાં મેઘરાજા બે દિવસથી મન મૂકીને વરસી રહ્યા છે. જેને લઇને સુરત જિલ્લાના જળાશયોમાં ધીમે ધીમે નવા નીરની આવક થઈ રહી છે.સુરતની તાપી નદીમાં નવા નીર આવતા સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા કોઝ વે બંધ કરી દેવામાં આવ્યો છે.અને તંત્ર દ્વારા લોકોને કોઝ વે પણ અવર જવર ન કરવા અપીલ કરવામાં આવી છે. વાહન ચાલકોએ કતારગામથી રાંદેર અથવા રાંદેરથી કતારગામ ફરી ને જવું પડશે.

તંત્ર દ્વારા તત્કાલ કોઝ-વે બંધ: તાપી નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતા પાણીના સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે. બીજી તરફ સવારથી જ એકધારો વરસાદ વરસી રહ્યો છે. કોઝ-વેની સપાટી વહેલી સવારે 6 મીટર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તત્કાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તાપી નદીના જળસ્તરમાં વધારો થતા વાહન વ્યવહાર માટે કોઝ-વે અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. આજથી સિઝનમાં પહેલી વખત કોઝ-વે બંધ કરાયો છે. પાણીનું સ્તર નીચું આવ્યા બાદ જ કોઝ-વે શરૂ કરાવામાં આવશે. 

ABOUT THE AUTHOR

...view details