સુરતમાં 9 વર્ષની સગીરા સાથે ઢગાએ કર્યા અડપલા, પરિવારની ફરિયાદના આધારે પોલીસે કરી ધરપકડ - physically Extortion a minor girl - PHYSICALLY EXTORTION A MINOR GIRL
Published : Aug 18, 2024, 9:07 AM IST
સુરત: સુરત શહેરના એક મદ્રેસામાં એક ઈસમે 9 વર્ષની બાળકી પર નજર બગાડી હતી અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ અંગે સગીરાએ પોતાના પરિવારને કરતા પરિવારજનોએ નજીકના પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. શહેરના વ્હોરાવાડ ખાતે આવેલી વજી મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ માટે આવતી 9 વર્ષની માસૂમ બાળકી મદ્રેસામાં સાફ સફાઈ કરતો સુબેખા પઠાણ નામના વ્યક્તિએ ક્લાસમાંથી બહાર બોલાવી હતી. માસૂમ બાળકી ક્લાસરૂમની બહાર આવતાની સાથે જ હવસખોર સુબેખા પઠાણે બાળકીને બાથમાં પકડી લઈ શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી. માસૂમે ઘરે જઈને પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી તેઓએ આ મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુબેખા પઠાણ સામે છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.