અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા નવું મેઈનલાઈન ટાઈમ ટેબલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં મુસાફરોની સુવિધા માટે 11 જોડી ટ્રેનો રજૂ કરવામાં આવી છે અને 3 જોડી ટ્રેનોને સુપરફાસ્ટમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
મુસાફરોની વધુ સારી સુવિધા અને આરામ સુનિશ્ચિત કરવા પશ્ચિમ ઝોનના નવા મુખ્ય લાઇનના સમય કોષ્ટકમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેએ 11 જોડી ટ્રેનો (વંદે ભારત ટ્રેન સહિત) રજૂ કરી છે, જેમાં ત્રણ જોડી ટ્રેનોને સુપરફાસ્ટમાં રૂપાંતરિત કરવામાં આવી છે અને 8 જોડી ટ્રેનોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ રેલ્વે દ્વારા કુલ 107 ટ્રેનોની ઝડપ વધારવામાં આવી છે, જેના કારણે 1300થી વધુ મિનિટનો સમય બચ્યો છે.
આ ટ્રેનો શરૂ કરાઈ:
• ટ્રેન નંબર 22962/22961 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (અઠવાડિયામાં 6 દિવસ)
• ટ્રેન નંબર 94801/94802 અમદાવાદ – ભુજ નમો ભારત રેપિડ રેલ (અઠવાડિયામાં 6 દિવસ)
• ટ્રેન નંબર 19203/19204 બાંદ્રા ટર્મિનસ - વેરાવળ એક્સપ્રેસ (સાપ્તાહિક)
• ટ્રેન નંબર 12997/12998 બાંદ્રા ટર્મિનસ - બાડમેર એક્સપ્રેસ (સાપ્તાહિક)
• ટ્રેન નંબર 19009/19010 (નવી ટ્રેન નંબર 21901/21902) બાંદ્રા ટર્મિનસ - બાડમેર એક્સપ્રેસ (સાપ્તાહિક)
• ટ્રેન નંબર 10115/10116 બાંદ્રા ટર્મિનસ - મડગાંવ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક)
• ટ્રેન નંબર 22543/22544 બાંદ્રા ટર્મિનસ-લાલકુઆન એક્સપ્રેસ (સાપ્તાહિક)
• ટ્રેન નંબર 20983/20984 ભુજ - દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક)
• ટ્રેન નંબર 09331/09332 (69231/69232) ઉજ્જૈન-ચિત્તૌરગઢ મેમુ (દૈનિક)
• ટ્રેન નંબર 59559/59560 પોરબંદર-ભાવનગર ટર્મિનસ પેસેન્જર (દૈનિક)
• ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક)
એક્સપ્રેસ ટ્રેનોનું સુપરફાસ્ટ ટ્રેનોમાં રૂપાંતર:
• ટ્રેન નંબર 19009/19010 (21901/21902) બાંદ્રા ટર્મિનસ-બારમેર હમસફર.
• ટ્રેન નંબર 19055/19056 (22991/22992) વલસાડ-ભગત કી કોઠી એક્સપ્રેસ
• ટ્રેન નંબર 19407/19408 (20963/20964) સાબરમતી-વારાણસી એક્સપ્રેસ
ટ્રેનો લંબાવવામાં આવી:
• ટ્રેન નંબર 09119/09120 પ્રતાપનગર-અલીરાજપુર પેસેન્જર જોબત સુધી લંબાવવામાં આવી છે.
• ટ્રેન નંબર 14708/14707 દાદર-બીકાનેર રાણકપુર એક્સપ્રેસ લાલગઢ સુધી લંબાવવામાં આવી છે.
• ટ્રેન નંબર 20911/20912 ઇન્દોર-ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ નાગપુર સુધી લંબાવવામાં આવી.
• ટ્રેન નંબર 19307/19308 ઈન્દોર-ચંદીગઢ એક્સપ્રેસ ઉના હિમાચલ સુધી લંબાવવામાં આવી.
• ટ્રેન નંબર 14309/14310 લક્ષ્મીબાઈ નગર-દહેરાદૂન ઉજ્જૈની એક્સપ્રેસ યોગ શહેર ઋષિકેશ સુધી લંબાવવામાં આવી છે.
• ટ્રેન નંબર 14317/14318 લક્ષ્મીબાઈ નગર-દેહરાદૂન ઉજ્જૈની એક્સપ્રેસ યોગ શહેર ઋષિકેશ સુધી લંબાવવામાં આવી છે.
• ટ્રેન નંબર 59557/59558 ભાવનગર-જેતલસર પેસેન્જર વેરાવળ સુધી લંબાવવામાં આવી છે.
• ટ્રેન નંબર 22939/22940 હાપા-બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓખા સુધી લંબાવવામાં આવી છે.
આ પણ વાંચો: