સુરત શહેરમાં રોંગ સાઇડ ડ્રાઈવ કર્યુ તો હવે ખેર નથી, પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી - Surat News - SURAT NEWS
Published : Jun 18, 2024, 7:25 PM IST
સુરતઃ ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ સુરતમાં કરાયો છે. આ ઉપરાંત રોંગ સાઈડ જનારા સામે પણ કાર્યવાહી થશે. નિયમો તોડનાર ડ્રાઈવર્સની હવે ખેર નથી. આજે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરનારાઓ સામે તંત્ર કડક હાથે કામ લઇ રહ્યું છે. જે સુરતીલાલાઓ ટ્રાફિકના નિયમો તોડી ચુક્યા છે તેમના પર આકરી કાર્યવાહીનો આદેશ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ્યો છે. સુરત શહેરના અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ ઊભી રહી ગઈ હતી. રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને ઊભા રાખી કાર્યવાહી કરવામાં આવી હતી. વારંવાર કાર્યવાહી કરવા છતાં જો વાહન ચાલકો નિયમોનું પાલન ન કરે તો લાયસન્સ રદ કરવા સુધીની તૈયારીઓ પોલીસ દ્વારા કરાઈ છે.