ગુજરાત

gujarat

ETV Bharat / videos

કામરેજના અંત્રોલી ગામેથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, પોલીસે 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો - Surat News

By ETV Bharat Gujarati Team

Published : May 25, 2024, 3:35 PM IST

સુરતઃ કામરેજના અંત્રોલી ગામ પાસે ખુલ્લી જગ્યામાં કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ પકડાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે  દરોડા પાડી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી લીધું છે. પોલીસે કેમિકલ અને મુદ્દામાલ મળી 1 કરોડથી વધુની કિંમતનો સામાન કબજે કર્યો છે. પોલીસે 3 આરોપીઓની ઘટના સ્થળેથી ધરપકડ કરી 7 જેટલા કેમિકલ માફિયાઓને વોન્ટેડ જાહેર કર્યા છે. કામરેજ તાલુકાના નેશનલ હાઈવેથી હજીરા વિસ્તારને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર અંત્રોલી ગામ પાસે આ કૌભાંડ ચાલતું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે રાત્રીના સમયે બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. કેમિકલ માફિયા અંકલેશ્વર તેમજ સેલવાસ GIDC માંથી કેમિકલ ભરીને આવતા ટેન્કરમાંથી ડ્રાઈવર સાથે ભેગા મળી કેમિકલ ચોરી કરી બેરલ માં ભરી લેતા હતા. ઘટના સ્થળે થી કેમિકલ ભરેલા 3 ટેન્કર મળી આવ્યા હતા જેમાંથી કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું. ઉપરાંત 1 મેક્સ પીક અપ ટેમ્પો મળી આવ્યો હતો જેમાં ચોરી કરેલા કેમિકલના બેરલ ભરેલા હતા. પોલીસે ઘટના સ્થળેથી 3 ડ્રાઈવર્સની ધરપકડ કરી લીધી હતી. જયારે પોલીસ ને જોઈ 7 જેટલા ઇસમો ભાગી છૂટવામાં સફળ થયા હતા. પોલીસે કેમિકલ કોભાંડ કરતા રાણા ભરવાડ, ઉમેશ ખટીક, વિપુલ બલર, બકા ભાઈ તેમજ અન્ય પીક અપ ટેમ્પાના ચાલક અને મજૂર મળી 7 લોકોને વોન્ટેડ જહેર કર્યા હતા.  પોલીસે કુલ મળીને 1 કરોડ 11 લાખથી વધુનો મુદ્દમાલ કબજે કર્યો છે અને આગળની તપાસ ઓલપાડ પોલીસ ને સોપવામાં આવી છે.  

ABOUT THE AUTHOR

...view details