સુરતનો ચકચારી હત્યા કેસ : આડા સંબંધોની શંકાએ મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો - Surat Murder Crime - SURAT MURDER CRIME
Published : Jul 11, 2024, 8:26 AM IST
સુરત : ભેસ્તાન રેલવે ફાટક નજીક એક મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતદેહ નવાગામ ડિંડોલી નવરતન નગરમાં રાહુલ દિલીપ પાટિલનો છે, જે ટેક્સટાઈલ માર્કેટમાં ફોલ્ડીંગનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકના મિત્ર પ્રશાંત સાથે પત્નીના અનૈતિક સંબંધો હતા, જેની શંકા મૃતકને હતી. આ અંગે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. જેની અદાવત રાખી પ્રશાંતે પોતાના અન્ય એક મિત્ર સાથે મળીને તેની હત્યા કરી નાખી હતી. જાણવા મળતી વિગતો અનુસાર મિત્ર પ્રશાંતે રાહુલ પાટિલની ભેસ્તાન રેલવે ફાટક પાસે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. રાહુલ અને પ્રશાંત વચ્ચે મિત્રતા હતી. પ્રશાંતનું મિત્ર રાહુલની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા. જેની જાણ પતિ રાહુલને થઈ હતી. ત્યારબાદ રાહુલ અને પ્રશાંત વચ્ચે ઝઘડો થતો હતો. દરમિયાન આ ઝગડો હત્યા સુધી પહોંચ્યો અને પ્રેમી પ્રશાંતે રાહુલની હત્યા કરી નાંખી હતી.