પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની દીકરીઓએ જનોઈ ધારણ કરી, વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ - Raksha bandhan 2024
Published : Aug 19, 2024, 12:32 PM IST
પોરબંદર: આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, ત્યારે પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળમાં રક્ષાબંધન અને નાળિયેરી પૂનમના દિવસે પરંપરાગત રીતે ગુરુકુળ ની વિદ્યાર્થીનીઓ જનોઈ ધારણ કરી હિન્દુ સંસ્કૃતિનું સિંચન કર્યું હતું આઠ દાયકાથી આ પરંપરા ચાલી આવે છે. સામાન્ય રીતે પુરુષો યજ્ઞોપવીત ધારણ કરતા હોય છે પરંતુ પોરબંદરની આર્યકન્યા ગુરુકુળ માં દીકરીઓ યજ્ઞોપવિત ધારણ કરે છે અને વિધિવત રીતે મંત્રો ચાર સાથે આર્યકન્યા ગુરુકુળ ના હોલ મા યજ્ઞોપવિત ધારણ કરી હતી. પોરબંદરના શેઠ નાનજી કાલિદાસ મહેતા અને તેમના પુત્રી સવિતા દીદી સ્થાપિત આર્ય કન્યા ગુરુકુળમાં 86 વર્ષથી દીકરી ઓ અભ્યાસ કરે છે અને આર્ય સંસ્કૃતિનો સિંચન કરે છે. ત્યારે દર વર્ષે પરંપરાગત રીતે દીકરીઓ રક્ષાબંધનના દિવસે વેદોક્ત વિધિ અનુસાર યજ્ઞોપવિત ધારણ કરે છે અને શિક્ષણ ની સાથે સાથે ધાર્મિક સામાજિક અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી રહી છે.