સોમનાથ મહાદેવને તલનો શણગાર, જાણો સફેદ અને કાળા તલનું ધાર્મિક મહત્વ - Shravan 2024 - SHRAVAN 2024
Published : Aug 22, 2024, 1:07 PM IST
ગીર સોમનાથ : પવિત્ર શ્રાવણ માસ હવે ધીમે ધીમે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે. આવા સમયે શિવ અને જીવના મિલન સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિવિધ શણગારથી શોભાયમાન કરવામાં આવી રહ્યા છે. કૃષ્ણ પક્ષની બીજના દિવસે સોમનાથ મહાદેવને સફેદ અને કાળા તલનો શૃંગાર કરવામાં આવ્યો હતો. તલને શુદ્ધતા અને સકારાત્મક ઊર્જાના પ્રતીક તરીકે માનવામાં આવે છે. ઉપરાંત સનાતન ધર્મમાં તલને સૌથી પવિત્ર માનવામાં આવે છે, જેથી ધાર્મિક કાર્યો અને યજ્ઞમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે.
સફેદ તલ શુદ્ધતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, તો કાળા તલ અંધકાર અને નકારાત્મક શક્તિઓને દૂર રાખવામાં મદદરૂપ બને છે. શિવભક્તો જીવનમાંથી નકારાત્મક દૂર કરે અને સકારાત્મક તરફ આગળ વધે તે માટે તલનો શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી.