ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત પોલીસે બોગસ આઇડીથી રુ 4.50 કરોડના ટ્રેન ટિકિટ કૌભાંડમાં સોફ્ટવેર સપ્લાયરની કરાઇ ધરપકડ - train ticket scam

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 2:48 PM IST

સુરત: ઉમરા પોલીસે બોગસ આઈડીથી રૂપિયા 4.50 કરોડના ટ્રેન ટિકિટ કૌભાંડમાં સોફ્ટવેર સપ્લાયરની ધરપકડ કરી છે. માત્ર ધોરણ-12 ભણેલા વ્યક્તિએ દેશના IRCTCને દોડતું કરી દીધું હતું.જે ડિલિવરી બોયમાંથી સોફ્ટવેર સપ્લાયર બનીને બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનું કૌભાંડ આચર્યું હતું અને આ સમગ્ર મામલે વિજિલન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, સમગ્ર મામલે પોલીસે આરોપીની ઘરપકડ કરીને  કેવી રીતે તેણે આ કૌભાંડ આચર્યુ તેણે શું ટ્રીક અપનાવી તેની સમગ્ર વિગતો બહાર આવશે. ઉમરા પોલીસે આ બાબતે પૂછપરછ હાથ ધરી છે જેમાં બાબતે સમગ્ર વિગતો બહાર આવશે. ત્યા સુધી પોલીસે આરોપીને પોતાની કસ્ટડીમાં રાખ્યો છે.

ABOUT THE AUTHOR

...view details