ગુજરાત

gujarat

સોમનાથ મહાદેવે બ્રહ્માંડનો નાદ "ઓમકાર" ધારણ કર્યો, શ્રાવણ વદ દ્વાદશીનો ખાસ શૃંગાર - Shravan 2024

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2024, 7:35 AM IST

સોમનાથ મહાદેવને ઓમકારનો શણગાર (ETV Bharat Gujarat)

ગીર સોમનાથ : પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થવામાં હવે માત્ર બે દિવસ જેટલો જ સમય બાકી છે. આવા સમયે પ્રત્યેક જીવ શિવમય બનીને શિવના પુણ્યશાળી દર્શન કરે તે માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર શ્રાવણ માસમાં દરરોજ મહાદેવને અલગ અલગ શણગાર કરવાનો આયોજન કરાયું હતું. જેમાં શ્રાવણ વદ દ્વાદશીના દિવસે સોમનાથ મહાદેવને ઓમકારનો શણગાર કરવામાં આવ્યો હતો. ઓમકારને બ્રહ્માંડના નાદ તરીકે પણ જોવામાં આવે છે. ત્યારે શાશ્વત શિવનું રૂપ ઓમકાર સ્વયં સોમનાથ મહાદેવની શિવલિંગ પર મંદિરના પંડિતો દ્વારા ઉપસાવવામાં આવ્યું હતું. મહાદેવની સાથે ઓમકારના દર્શન શાશ્વતતાના દર્શન કરાવતા હોવાની પણ ધાર્મિક માન્યતા છે, જેના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details