શ્રાવણ માસ હવે બે દિવસ બાદ પૂર્ણ: સોમનાથ મહાદેવને કૈલાશ દર્શન શણગારથી કર્યા શોભાયમાન - Somnath Mahadev
Published : Aug 31, 2024, 10:42 PM IST
જૂનાગઢ: પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થવાને હવે બે દિવસ જેટલો સમય બાકી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજે કૈલાશ દર્શન શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. સનાતન ધર્મની માન્યતા અનુસાર મહાદેવ સ્વયંમ આજે પણ કૈલાશ પર્વત પર બિરાજમાન છે ત્યારે આજે મહાદેવને તેમના ઘર એવા કૈલાશમાં બિરાજમાન થતા હોય તેવા દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. શ્રાવણ માસ હવે બે દિવસ બાદ પૂર્ણ થવા જઈ રહ્યો છે તેથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને આજે શ્રાવણ વદ તેરસના દિવસે સોમનાથ મહાદેવ જાણે કે કૈલાશ પર્વતમાં બિરાજમાન હોય તેવા શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા ત્યારે એક સાથે કૈલાશ પર્વત અને મહાદેવના દર્શન કરીને શિવ ભક્તોએ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી.