RMCએ સ્ટેન્ડીગ કમિટીમાં 65 પ્રસ્તાવ મંજુર કર્યા - RMC approved 65 proposals - RMC APPROVED 65 PROPOSALS
Published : Jun 18, 2024, 4:58 PM IST
રાજકોટ - આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં RMCના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન કર્યું હતું. જેમાં છેલ્લા ત્રણ મહિનાની 68 દરખાસ્તોમાંથી 65 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. અને 191 કરોડ 37 લાખના વિકાસ કામોને મંજૂરી અપાયી હતી. ઉપરાંત, 2 દરખાસ્તો નામંજૂર કરવામાં આવી અને 1 પેન્ડિંગ રાખવામાં આવી હતી. જેમાં રેસકોર્ષનું સંચાલન ખાનગી કંપનીને આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.
ઉપરાંત, રાજકોટના સર્વેશ્વર ચોકમાં મલ્ટી લેવલ પાર્કિંગ યોગ્ય ન લાગતા કન્સલ્ટન્ટની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. તેમજ રાજકોટમાં 24 કલાક પાણી વિતરણ કરવા માટે મીટર મુકવાના પ્રોજેકટના મેઈન્ટેન્સની દરખાસ્ત નામંજુર કરાઈ. જેમાં રાજકોટમાં હવે 24 કલાક પાણી વિતરણ માટે મીટર ફિટ નહિ થાય તેવી દરખાસ્ત કરવામાં આવી હતી. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફાયર NOCના સાધનો મુકવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.