પૂરપાટ વેગે ટ્રેન આવી, પણ ફાટક હતું ખુલ્લું : પછી શું બન્યું જુઓ આ વિડીયો... - Rajkot train accident - RAJKOT TRAIN ACCIDENT
Published : Jun 19, 2024, 7:29 PM IST
રાજકોટ : દરેક દુર્ઘટના ફક્ત અકસ્માતે જ નથી સર્જાતી, કેટલીક માનવસર્જિત અથવા માનવ બેદરકારીના કારણે પર બને છે. આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો છે. શહેરના માલવિયાનગર ફાટક નંબર-11 કરાયું નહોતું, આ સમયે ટ્રેન પૂરપાટ વેગે આવી પહોંચી હતી. જોકે, પાયલોટે સમય સૂચકતા દાખવી ટ્રેનને ઉભી રાખી દીધી હતી. આ ઘટના બનતા ત્યાંથી પસાર થઈ રહેલા લોકોમાં ભય ફેલાયો હતો. કેટલાક લોકોએ આ બનાવનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. રેલવેના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ હાલ રેલવેમાં ઇન્ટરલોકિંગ સિસ્ટમ હોવાથી ફાટક ખુલ્લું હોય ત્યાં સુધી ટ્રેન પસાર થવાની શક્યતા રહેતી નથી. રાત્રીના પણ સિગ્નલ મળ્યું ન હોવાથી ટ્રેન ઉભી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ફાટક બંધ કરવામાં નહીં આવ્યું હોવાથી ફરજ પર હાજર ફાટકમેન સુમિતકુમારને તાત્કાલિક સસ્પેન્ડ કરી DRM અધ્યક્ષસ્થાને ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે.