ગુજરાત

gujarat

ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે પુનાની વિશેષ ટીમનો બનાસકાંઠામાં સર્વે, બ્લડ સેમ્પલ અને મચ્છરોના સેમ્પલ લીધા - chandipura virus

By ETV Bharat Gujarati Team

Published : Jul 27, 2024, 9:31 PM IST

ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે પુનાની વિશેષ ટીમનો બનાસકાંઠામાં સર્વે (etv bharat gujarat)

બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસનો કહેર છે અને જેને લઈને કેન્દ્ર સરકારની 4 ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે ત્યારે આજે પુનાની એક ટીમ આજે બનાસકાંઠા પહોંચી હતી. પાલનપુરના વોર્ડ નંબર 2માં જ્યાં બાળકીનું મોત થયું હતું. તે વિસ્તારમાં બ્લડ સેમ્પલ અને મચ્છરોના સેમ્પલ લીધા હતા. પુનાની ટીમે ICUમાં સારવાર હેઠળ બાળકોની પણ મુલાકાત લીધી હતી અને તેમની વિગતો જાણી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરના લોકસભામાં રજૂઆત બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ચાંદીપુરાને નાથવાના પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત થઈ ચૂક્યા છે અને 3 બાળકો સારવાર હેઠળ છે. જોકે ચાંદીપુરા વાયરસની ગંભીરતાને લઈને કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જેના ભાગરૂપે પૂનાની એક ટીમ હેલ્થ એક્સપર્ટ સાથે પાલનપુર આવી પહોંચી હતી અને પાલનપુરના વોર્ડ નંબર 2ના વિસ્તારમાં જ્યાં બાળકીનું મૃત્યુ થયું હતું. તે વિભાગમાં સર્વે કર્યો હતો બ્લડ સેમ્પલ લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details