કેવડિયામાં 'રાષ્ટ્રીય એકતા દિન' ની ઉજવણીની તૈયારી, 600 IAS-IPS અધિકારીઓ હાજર રહેશે - NATIONAL UNITY DAY
Published : Oct 26, 2024, 7:59 PM IST
નર્મદા: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે અહીંયા 600 થી વધુ IPS અને IAS આવશે. તેઓ માટે 30 અને 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે સજાવટ કરવામાં આવી રહી છે. PM મોદીના અનેક બેનરો લગાડવામાં આવ્યા છે. સાથે સાથે અહીંયા 600થી વધારે IAS અને IPS અધિકારીઓ આવશે તેમના માટે લબાસણામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, આ અધિકારીઓ ટેન્ટ સીટી 2 માં રહેશે. જેમના માટે ગુજરાતી દેશી ભોજન પણ પીરસવામાં આવશે. જે માટે ટેન્ટ સીટી 2 માં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.