ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોદી મંત્રીમંડળમાં સ્થાન ન મળવા અંગે આખરે પરસોત્તમ રુપાલાએ આપી પ્રતિક્રિયા - PM Modi Cabinet - PM MODI CABINET

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 4:13 PM IST

રાજકોટ : નવનિયુક્ત સાંસદ પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ જિલ્લા પંચાયત પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણે, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અને અધિકારીઓ સાથે પરષોત્તમ રૂપાલાની બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા મોદી મંત્રીમંડળમાં સ્થાન ન મળવા અંગે પરસોત્તમ રુપાલાએ પ્રતિક્રિયા આપી હતી. સાંસદ પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી મંત્રી મંડળમાં સ્થાન ન મળ્યું એ નિર્ણયનું સ્વાગત કરું છું. અગાઉ મારા માટે નિર્ણયો થયા એ નિર્ણયમાં પણ મેં સ્વાગત કર્યું હતું. ખેડૂતોના હિતના નિર્ણયથી પ્રધાનમંત્રી ત્રીજી વખત શરૂઆત કરે તેનાથી વિશેષ શું હોઈ શકે ? શાળા-હોસ્પિટલમાં સીલ મામલે મારે સરકારમાં વાતચીત શરૂ છે, થોડા સમયમાં યોગ્ય નિર્ણય થઈ જશે.

  1. રાજકોટમાં ચૂંટણી પુરી, રૂપાલાનું મિચ્છામિ દુક્કડમ, ક્ષત્રિયોનાં આંદોલનનો અલ્પવિરામ, ધાનાણી મોજમાં 
  2. જનાદેશ 2024 : રાજકોટ લોકસભા બેઠક પર વિવાદ વચ્ચે કમળ ખીલ્યું, પરસોત્તમ રૂપાલાએ બાજી મારી

ABOUT THE AUTHOR

...view details