વિદ્યાર્થી પાસમાં મહેસાણા ડિવિઝનના 12 ડેપો પૈકી, મહેસાણા ડેપો મોખરે - ST PASS OF STUDENTS
Published : Dec 1, 2024, 2:04 PM IST
મહેસાણા: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ ગામડાના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થી હોય કે બીજા શહેરમાં ભણવા જતા વિદ્યાર્થીઓને અડધા રુપિયામાં ST બસના પાસ કાઢી આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓનો આવવા જવાનો ખર્ચો ઘણો બચી જાય છે. ત્યારે મહેસાણા ડિવિઝનના 12 ડેપો પૈકી મહેસાણા ડેપોમાં સૌથી વધુ વિદ્યાર્થી પાસ નીકળ્યા છે. બીજા સત્રની શરૂઆતથી અત્યાર સુધી અંદાજીત 10 દિવસમાં 2893 પાસ નીકળ્યા છે. ત્યારે જિલ્લાનું મુખ્ય મથક મહેસાણા હોવાથી વિદ્યાર્થીઓનો ઘસારો પણ વધ્યો છે. 2893 પાસથી મહેસાણા ડેપોને રેકોર્ડ બ્રેક આવક રુ. 1 કરોડ 7 લાખ 72 હજાર 605 રૂપિયાની આવક થઈ છે. સર્વર ડાઉનની સમસ્યા હોવા છતાં પણ વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પડાઈ છે. સવારે 5 થી 10 અને સાંજે 5 થી 10 સમય પર બે વિન્ડો ચાલુ રાખી જેથી વિદ્યાર્થીઓને પાસ કાઢી આપવામાં આવ્યા છે.